Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૪
વિમાનોને વહન કરે છે તે આ રીતેઃ
-પૂર્વમાં સિંહના રૂપે, દક્ષિણમાં હાથીના રૂપે, પશ્ચિમમાં બળદના રૂપે અને ઉત્તરમાં ઘોડાના રૂપે દેવો વિમાનોને વહન કરે છે. -વહન કરનાર દેવોની સંખ્યાઃસૂર્યવિમાનને ૧૬૦૦૦ દેવ ગ્રહ વિમાનને ૮૦૦૦ દેવ તારા વિમાનને ૨૦00 દેવ વહન કરે છે.
ચંદ્રવિમાનને ૧૬૦૦૦ દેવ નક્ષત્ર વિમાનને ૪૦૦૦ દેવ
ઉકત જયોતિષ્ક વિમાનો કેવળ વિશ્વરચનાની વિલક્ષણતાને કારણે જ કાયમ ફર્યા કરે છે. તો પણ ‘“દેવો વિમાનોનું વહન કરે છે’” એવું જે કથન ઉપર કર્યું છે તે તેમના આભિયોગ્ય નામકર્મના ઉદયનું ફળ છે. તેમ સમજવું. જયોતિ વિમાનો નો આકારઃ
૫૭
બૃહત્સંગ્રહણી ગાથા ૯૭ માં જણાવ્યા મુજબ ચંદ્રાદિ વિમાનો અર્ધા કરેલા કોઠાના આકારવાળા છે. વળી તેનું તળીયું અર્ધ કોઠા સંસ્થિત છે પણ તેના ઉપર રહેલા પ્રાસાદોને કારણે તેનો આકાર ઘણો ખરો ગોળ દેખાય છે. અને તે બહુ દૂર હોવાથી લોકોને તો એકાંતે જ સમવૃત્તિ દેખાય છે.
જયોતિષ્ક વિમાનો ની ગતિઃ
ચંદ્ર આદિ જયોતિષ્કની ગતિ ક્રમશઃ અધિક અધિક છે.
– સૌથી ઓછી ગતિ ચંદ્રની છે, તેનાથી સૂર્યની ગતિ અધિક છે, તેનાથી ગ્રહની ગતિ અધિક છે, તેનથી નક્ષત્રની ગતિ અધિક છે, તેનાથી તારા વિમાનોની ગતિ અધિક છે. જયોતિષ્મ દેવોની ઋદ્ધિઃ
Jain Education International
સૌથી અધિક ઋૠધ્ધિવંત ચંદ્ર છે તેનાથી કંઇક ઓછી ૠધ્ધિ સૂર્યની છેતેનાથી કંઇક ન્યૂનૠધ્ધિ ગ્રહોની છે, તેનાથી કંઇક ન્યૂન ૠધ્ધિ નક્ષત્રોની છે અને સૌથી અલ્પ ઋધ્ધિ તારા ની છે.
] [8]સંદર્ભ:આગમસંદર્ભ:
ते मेरु परियडंता पयाहिणावत्तमंडलेसव्वे अणवट्ठिय योगेहिं चंदा सूरा गहगणाय नकरवत्त तरागाणं अवट्ठिया मंडला मुणेयव्वा तेऽवि य पयाहिणा वत्तमेव मेरु अणुचइति -નીવા. પ્ર-રૂ-દેવાધિગર ૩.૨-મૂ.૨૭૭/૨૦-૧૨ તત્વાર્થ સંદર્ભ:- મનુષ્ય લોક ઞ.રૂ-સૂ.૨૪ (૧) બૃહત્ સંગ્રહણી ગાથા ૬૪ થી ૭૨,૯૭
(૨)ક્ષેત્રલોક પ્રકાશ-સર્ગ-૨૦, શ્લોક ૨૮ પછીનો નમ્બૂદ્દીપપન્નતિ નો પાઠ તથા સર્ગ-૨૪-શ્લોક-૪
(૩) લઘુક્ષેત્ર સમાસ ગાથા ૧૬૯,૧૭૯,થી ૧૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org