Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
S૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા એ રીતે વૈમાનિક દેવોનો અધિકાર અગ્રીમ સૂત્રોમાં પ્રવર્તે છે.
– જો કે જયોતિષ્કદેવો પણવિમાનોમાં ઉત્પન્ન થાય છે. છતાં તેનાવિમાન,વૈમાનિકોના વિમાનની અપેક્ષાએ ઘણા નાના છે. વળી તેમના વિમાનો નીચે જડાયેલી રત્નોની જયોતિ એ અન્ય સર્વેદેવો કરતા અનન્ય છે. માટે તેની જયોતિષ્ક તરીકે વિશિષ્ટ ઓળખાણ રહેલી છે. પણ તેમને વૈમાનિક કહ્યા નથી.
–વૈમાનિકોના વિમાન મોટી સમૃધ્ધિવાળા અને દ્વીપ કરતા મોટા છે. તેથી તેમની એ સંજ્ઞા સાર્થક છે.
–વૈમાનિકોના વિમાનો ત્રણ પ્રકારે છેઃ(૧)ઈન્દ્રક (૨)શ્રેણિબધ્ધ (૩)પુષ્પાવકીર્ણ
-તેમાં ઈન્દ્રક વિમાન મધ્યમાં સ્થિત છે, તેની ચારે તરફ આકાશના પ્રદેશોની પંકિત સમાન શ્રેણિ વિમાન છે. તેમજ વેરાયેલા ફૂલોની માફક વિદિશાઓમાં જે વિમાન અવસ્થિત છે તેને પુષ્પાવકીર્ણ વિમાન કહે છે.
અહીં બારે વૈમાનિકોની ઇન્દ્રકસહિતના શ્રેણિ વિમાનોની સંખ્યા તેમના આકાર મુજબ રજૂ કરી છે. તથા પુષ્પાવકીર્ણ વિમાન સંખ્યા પણ સાથો સાથ જણાવેલી છે. (૧) સૌધર્મ- વૃત્ત વિમાન-૭૨૭ ત્રિકોણ વિમાન ૪૯૪
ચોરસ વિમાન-૪૮ પુષ્પાવકીર્ણ-૩૧,૯૮, ૨૯૩ સર્વે મળીને -
કુલ વિમાન- ૩૨ લાખ (૨) ઇશાનઃ- વૃત્ત વિમાન-૨૩૮ ત્રિકોણ વિમાન-૪૯૪
ચોરસ વિમાન-૪૮૬ પુષ્પાવકીર્ણ-૨૭,૯૮,૭૮૨ સર્વે મળીને -
કુલ વિમાન-૨૮ લાખ (૩) સનકુમાર - વૃત્ત વિમાન-પ૨૨ ત્રિકોણ વિમાન ૩૫૬
ચોરસ વિમાન-૩૪૮ પુષ્પાવકીર્ણ-૧૧,૯૮,૭૭૪ સર્વે મળીને
કુલ વિમાન-૧૨ લાખ (૪) માહેન્દ્રઃ- વૃત્ત વિમાન-૧૭૦ ત્રિકોણ વિમાન-૩૫
ચોરસ વિમાન-૩૪૮ પુષ્પાવકીર્ણ-૭,૯૯,૧૨૬ સર્વે મળીને
કુલ વિમાન-લાખ (૫)બ્રહ્મલોક:- વૃત્ત વિમાન-૨૭૪ ત્રિકોણ વિમાન-૨૮૪
ચોરસ વિમાન-૨૭૬ પુષ્પાવકીર્ણ-૩૯૯ નંદ સર્વે મળીને -
કુલ વિમાન-૪ લાખ () લાંતક વૃત્ત વિમાન-૧૯૩ ત્રિકોણ વિમાન-૨૦૦
ચોરસ વિમાન-૧૯૨ પુષ્પાવકીર્ણ-૪૯૪૧૫ સર્વે મળીને -
કુલ વિમાન-૫૦,૦૦૦ (૭)શુક્ર દેવલોક- વૃત્ત વિમાન-૧૨૮ ત્રિકોણ વિમાન-૧૩
ચોરસ વિમાન-૧૩૨ પુષ્પાવકીર્ણ-૩૯,૦૪ સર્વે મળીને -
કુલ વિમાન-૪૦,૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org