Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પર
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -૨- અસમાસ કરણ તિર્થ અવસ્થાનના નિષેધ માટે પણ છે. અર્થાત આ પાંચે એકમેકથી ઉપર છે. તછ નહીં.
-૩-સૂર્ય અને ચંદ્રપ્રસ્થમા બહુવચન મુકી અલગ પાડેલ છે. બાકીના ત્રણે જયોતિષ્કનો સમાસ કર્યો છે. કેમ કે સૂર્ય અને વન્દ્ર બંનેની પ્રધાનતા દેખાડવાની છે. આ બંને ઇન્દ્રો છે બાકીના ત્રણે તેના પરિવાર રૂપ છે. બીજી નિકાયમાં દ્રો જુદા દર્શાવેલ છે જયારે અહીં સૂત્ર સાથે જ તેની પ્રધાનતા નું દર્શન કરાવવા અલગ પાડેલ છે.
-- લોકપ્રકાશમાં જણાવે છે કે સૂર્યજ સર્વકાળના માનનું મૂળ છે માટે પ્રથમ સૂર્યનું નિરૂપણ છે.
જ ચિહ્નઃ- જેમ ભવનપતિ તથા વ્યંતરમાં તેના અલગ નિકાય ચિહ્નો જણાવેલા તેમ અહીં જયોતિષ્કદેવોના ચિહ્ન જણાવે છે
સૂર્યઆદિ તેતે જાતિના દેવોના મુકુટમાં પોતપોતાની જાતિ પ્રમાણે સૂર્યઆદિનું પ્રભાના મંડલ સમાન દેદીપ્યમાન ચિહ્ન હોય છે. અર્થાત
-સૂર્ય જાતિના દેવોના મુકુટમાં પ્રભામંડલ સમાન દેદીપ્યમાન સૂર્ય આકારનું ચિહ્ન હોય છે. –ચંદ્રજાતિના દેવોના મુકુટમાં પ્રભામંડલ સમાન દેદીપ્યમાન ચંદ્રના આકારનું ચિહ્ન હોય છે.
એ રીતે ગ્રહ-નક્ષત્ર-તારા આદિમાં પણ સમજી લેવું. જયોતિષદેવો આ ચિહ્નોથી યુકત એવા અને પ્રકાશમાન હોય છે.
તારા પૂર્વે પ્રશી વિશેષણ કેમ મુક્યું? અહીં પ્રકીર્ણ તારા કહેવાનો મતલબ એ છે કે બીજા કેટલાંક તારાઓ એવા પણ છે જે અનિયત સારી છે તેઓ ક્યારેક સૂર્ય-ચંદ્રની નીચે ચાલે છે અને કયારેક ઉપર પણ ચાલ્યા જાય છે તેને માટે પ્રજીતારા શબ્દ પ્રયોગ થયો છે.
જ ભ્રમણ વિશે કંઇક- . – ભ્રમણ વિશેની વ્યવસ્થિત રજૂઆત તો અગ્રીમ સૂત્રઃ૧૪માં છે જ
–અનિયતચારી તારા જયારે સૂર્યની નીચે ચાલે છે (બ્રમણ કરે છે, ત્યારે તે સૂર્યની નીચે દશ યોજના અંતર રાખીને જ ચાલે છે.
- પાંચે જયોતિષીમાં તારા અને ગ્રહોનું ભ્રમણ અનિયત કહ્યું છે. તારાપ્રાસ્તુ નિયંતવારિવા... તારા અને ગ્રહો સૂર્ય અને ચંદ્ર ની ઉપર તથા નીચે બંને ભાગોમાં ફર્યા કરે છે. પણ તેનું સૂર્યથી અંતર દશ યોજન અવશ્ય રહે છે.
- તારા અને ગ્રહ અનિયત ચારી કહ્યા તેનો અર્થ એ નથી કે તે ગમે ત્યાં ફર્યા કરે તે સૂર્ય ચંદ્રની આસપાસ તો કરે જ છે.
* અસ્તિત્વઃ- સૂર્ય ચંદ્ર આદિનું અસ્તિત્વ અસંખ્ય દ્વીપ-સમુદ્રમાં કહેલું છે. તેની વિશેષ માહિતી અગ્રીમ સૂત્ર ૪:૧૪ માં પણ છે.
I [સંદર્ભ$ આગમસંદર્ભ-નોતિયાપવિદાપુનત્તા,તે ગહ ચંદ્ર + F€ વિરવત્તાતા !
પ્ર. ૫ .૩૮-૪
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only