Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫૧
અધ્યાય: ૪ સુત્ર: ૧૩
ઓળખાય છે. આ જયોતિવાળા વિમાનોમાં જન્મતા હોવાથી તે દેવો જયોતિષ્ક કહેવાય.
-જયોતિની માફક ભાસ્વર શરીરવાળા હોવાથી સમસ્ત દિશાઓને પ્રકાશીત કરતા હોવાને કારણે તેઓને સ્વાર્થમાં ૫ પ્રત્યય લાગવાથી જ્યોતિર્ણ કહેવાય છે.
જ ચોતિ ના ભેદો:-જયોતિષ્ઠદેવોના પાંચ ભેદો છે સૂર્ય, ચંદ્ર ગ્રહ, નક્ષત્ર અને તારા. આ પાંચ પ્રકારોમાં ભુપત્તિ આદિદ્રષ્ટિએ કોઈ ખાસ વ્યાખ્યા અમારા જોવામાં આવેલ નથી.
જ સ્થાનઃ-સમભૂતલ જમીનથી-એટલેકે મેરુનાસમતલ ભૂમિભાગથી સાતસોનેવું [૭૯૦) યોજનની ઊંચાઈએથી જયોતિષ ચક્રના ક્ષેત્રનો આરંભ થાય છે.
-ત્યાંથી તે ઊંચાઇમાં ૧૧૦યોજન પ્રમાણ છે. -તીરછું અસંખ્યાત દ્વીપ પ્રમાણ છે.
-ઉકત સમતલ થી ૮૦૦ યોજન ઊંચે અર્થાત્ જયોતિષ ચક્રથી ૧૦ યોજન ઊંચે સૂર્યવિમાન છે.
-ત્યાંથી ૮૦યોજનની ઊંચાઈએ અર્થાત સમતલથી આઠસોએંસી [૮૮૦] યોજનની ઊંચાઈ ઉપર ચંદ્રનું વિમાન છે.
-ત્યાંથી ૨૦યોજનની ઊંચાઈએ અર્થાત સમતલથી નવસો યોજનની ઊંચાઈ સુધીમાં પ્રહ - નક્ષત્ર અને પ્રકીર્ણ તારા છે.
- તે આ રીતે :-ચંદ્રથી ઉપરવાસયોજનની ઊંચાઈમાં પહેલા ચારયોજન ની ઊંચાઇ ઉપરનક્ષત્ર છે. -ત્યાર પછી ચાર યોજન ઊંચાઈએ બુધનો ગ્રહ છે -બુધના ગ્રહથી ત્રણ યોજન ઊંચે શુક્રનો ગ્રહ છે. -શુક્રથી ત્રણ યોજન ઊંચે ગુરુનો ગ્રહ છે. -ગુરુથી ત્રણ યોજન ઊંચે મંગળનો ગ્રહ છે. -મંગળથી ત્રણ યોજન ઊંચે શનીનો ગ્રહ છે. -ચંદ્રથી ૪ યોજન ઊંચાઈ ઉપર જતાં નક્ષત્રો છે. -નક્ષત્રથી ૧ યોજન ઊંચાઈ ઉપર તારાઓ ઝળહળે છે.
સૂત્રમાં સૂર્ય રમત: એવું અસમાસ પદ કેમ રાખ્યું? જ બરાબર છે જો સૂર્યાવન્દ્રમણો કર્યું હોય તો સૂત્રમાં લાઘવતા આવી શકત પણ તેમ ન કરતા અસમસ્ત અસામાસિક) પદ મુકયું છે તે નિયમને માટે છે.
વળી આર્ષપ્રમાણ મુજબ ચંદ્રનો ક્રમ પહેલો હોય છતાં અહીં સૂર્યનો ક્રમ પહેલા મુકયો તે ક્રમ ભેદ પણ નિયમને માટે છે.
ભાષ્ય-ટીકા આદિમાં તેનું સમાધાન કરતા જણાવે છે કે-૧- ક્રમ નિર્ધારણ દ્રષ્ટિએ સૂર્ય સર્વ પ્રથમ છે માટે તેનો ક્રમ પ્રથમ મૂકેલ છે.
સંપૂર્ણક્રમઆ રીતે-સૂર્ય-ચંદ્રગ્રહ-નક્ષત્ર-તારાઓ સૌથી નીચે સૂર્ય છે, તેના ઉપર ચંદ્ર, તેના ઉપર પ્રહ, તેના ઉપર નક્ષત્ર અને તેના ઉપર તારા છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org