Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -તેઅપ્સરાને ખોળામાં બેસાડીનદયનાપૂર્વકસ્તનને મદનકરીને મનુષ્યનામિથુનની જેમ મૈથુન રસમાં ડૂબી જાય છે.
– તીવ્ર પુરુષ વેદનો ઉદય શાંત થતા-સર્વ અંગોના કાયકલેશ થી ઉત્પન્ન થયેલ સ્પર્શ થી નિવૃત્તિ પામે છે.
કામના ઉન્માદ વાળી અપ્સરા પણ ભય-કંપ-અવાજ-લજજાયુકત ચેષ્ટા-નિઃસંકોચ પણે વળગી જવું-પ્રતિ આલિંગન-પ્રતિવચન-પ્રતિચુંબન -કબુતર આદિ જેવા અવાજ આદિ અનેક સુરત ક્રીડા દ્વારા ઘણા કાળ સુધીદેવોની મદોન્મતતાને વધારે છે અને વૈક્રિય શુક્રનો તેના સંપૂર્ણ અંગમાં સંચાર થવાથી કિલષ્ઠ સ્ત્રીવેદ ની વેદનાને તૃપ્ત કરે છે.
-સંભોગ કરાવતી એવી દિવ્યસ્ત્રીઓના શરીરમાં ગયેલા તે શુક્ર પુદ્ગલો ચક્ષુ-શ્રોત્રપ્રાણ-રસના અને સ્પર્શન આબધી ઇન્દ્રિયો રૂપે પરિણમે છે. અને તે પરિણમેલા શુક્ર પુદ્ગલ દેવાંગનાઓના રૂપ-લાવણ્યના વૈભવને તથા સૌભાગ્ય અને યૌવનને પ્રકષ્ટ બનાવે છે.
આ પ્રમાણે કોઈક દેવતા દીર્ધકાળ સુધી આવા ભોગભોગવવા છતા તીવ્રકામ વેદનાથી ઉન્મત ચિત્તવાળા બનેલા હોય અને પોતાની નાયિકાને ભોગવવા છતા અતૃપ્ત રહ્યા હોય ત્યારે બીજી દેવીને ભોગવવાના આશયથી પોતાના ઉપર અનુરાગવતી એવી વેશ્યા સર્દશ અપરિગ્રહિતા દેવીઓને ભોગવે છે.
* મા- અહીં મોડું ઉપસર્ગમર્યાદાઅર્થમાં વપરાયેલો નથી પણ અભિવિધિઅર્થમાં પ્રયોજાયો છે. તેથી જ આ દેશનાત્ નો અર્થ “ઈશાન સ્વર્ગ પૂર્વે' એવો ન કરતા ઇશાન દેવલોક પર્યન્ત એવો કર્યો છે.
જ શાના- બીજા ઇશાન દેવલોક સુધી.
– જયારે ઈશાન પર્યન્ત કહે ત્યારે છેક અધોલોકથી માંડીને ઈશાન દેવલોક પર્યન્તની દેવનિકાયનું ગ્રહણ થશે.
–તેથી-ભવનપતિ, વ્યંતર [વાણવ્યંતર પણ), જયોતિષ્ક અને પહેલો દેવલોક-સુધર્મ તથા બીજો દેવલોક ઈશાન એટલાનું ગ્રહણ કરવું
– અર્થાત્ ભવનપતિથી લઈને ઇશાન દેવલોક સુધીના બધા દેવોને ઉપર જણાવ્યા અનુસાર કાયાથકી સર્વાગ મૈથુન સંભવે છે.
* વિશેષ ગણેશના સન્ધિ થઇ શક્તી હોવાછતાં અહીં ગા+નીસંધિકરેલનથી.કેમકે સન્ધિ થવાથી થશાનાત્ શબ્દ જ વંચાશે. મા ઉપસર્ગ છે કે નહીં તે નકકી થઈ શકશે નહીં.
# સૂત્ર થકી દેવલોકમાં દેવીનું અસ્તિત્ત્વ અને પ્રવીચારનો સદ્ભાવ બંને વસ્તુ નિશ્ચિત થાય છે. જો કે સૂત્ર કે ભાષ્યમાંદેવીનો સ્પષ્ટોલ્લેખ નથી તો પણ ચારથીનો વિરોષ પ્રતિપતિ: ન્યાય મુજબ આગમના વ્યાખ્યાનથી દેવીનું અસ્તિત્ત્વ અહીં સમજી લેવું.
- ૪ જન્મની અપેક્ષાએ દેવીઓનું અસ્તિત્ત્વભવનપતિથી ઇશાનદેવલોક સુધી જ હોય છે. તેથી આગળ દેવીનો જન્મ થતો નથી.
$ દેવ-દેવીના સંભોગમાં વૈક્રિય શુક્ર પુદગલ દેવીના શરીરમાં જતા હોવા છતાં ઔદારિક પુદ્ગલ ના અભાવે દેવીને ગર્ભધારણ કરવાપણું નથી. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org