Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા લોકપ્રકાશ ગ્રન્થમાં આ અંગે ત્રણ મંતવ્યો કહ્યા છે :-૨૩
[1] રત્નપ્રભા પૃથ્વીમાં ઉપરનીચે એકએકહજારયોજનછોડીને વચ્ચેના ૧,૭૮,000 યોજનમાં ભવનપતિ દેવો વસે છે.
[૨] કેટલાંક આચાર્યોના મતે ભવનો ૯૦,૦૦૦ યોજનની નીચે છે
[3] અન્યત્ર એમ પણ કહ્યું છે કે ઉપર નીચેના હજાર હજાર યોજન સિવાયના શેષ ભાગોમાં સર્વત્ર યથાસંભવ આવાસો છે.
બૃહત્ સંગ્રહણીમાં મૂળ ગાથા મુજબતો મધ્યના ૧,૭૮,૦૦૦યોજનમાં ભવનો છે તેમ કહ્યું છે.-વૃત્તિમાં બીજો મત ટાંકીને લખ્યું છે કે નીચેના અડધા-૯૦૦૦૦યોજનને અવગાહીને ભવનપતિના ભવનો રહેલા છે.
સ્વોપજ્ઞ ભાષ્યઃ- મદીમદ્રશ્ય ક્ષિત્તિરવિમોવીપુ યોગનેશત સદસોટી कोटीषु आवासा भवनानि च दक्षिणार्धाधिपतीनाम् उत्तरार्धाधिपतीनां च यथास्वं भवन्ति ।
આ વિભિન્ન મતોના તારણરૂપે પંડીત સુખલાલજી તથા પંડીત પ્રભુદાસ પારેખ એવો મત વ્યકત કરે છે કે આવાસો ૧,૭૮,૦૦૦ યોજન ના મધ્યના અંતરામાં હોય છે. જયારે ભવનો તો નીચેના ૯૦000 યોજન પરિમાણ ભાગમાં જ હોય છે.
૪ ભવન અને આવાસનો અર્થ - માવા-આવાસ એટલે “કાયાના પ્રમાણ જેવડા મહામંડપ''
–વિવિધ પ્રકારના રત્નોની પ્રભાથી ઉદ્દીપ્ત રહેવાવાળા શરીર પ્રમાણ મુજબ બનેલા મહામંડપોને આવાસ કહે છે.
– આવાસ મોટા મંડપ જેવા હોય છે.
– આવાસો દેહ પ્રમાણ ઊંચા અને સમચોરસ હોય છે તેમજ ચારે બાજુ થી ખુલ્લા હોવાથી મોટા મંડપ જેવા લાગે છે તે મહામન્દર-સુદર્શન મેરુ પર્વતના દક્ષિણ ઉત્તર દિશામાં નીચે ના ભાગમાં કોડા કોડી લાખ યોજન સુધી ફેલાયેલા છે.
ભવન-ભવનો નગરજેવા હોય છે. તે બહારથીગોળ, અંદરથી સમચતુષ્ક અને તળીયે પુષ્કરકર્ણિકા જેવા હોય છે.
- ભવનોનો વિસ્તાર જધન્યથી જંબૂદ્વીપ પ્રમાણ, મધ્યમથી સંખ્યાતા યોજન પ્રમાણ, ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજન પ્રમાણ હોય છે.
અસુરકુમારો મોટેભાગે આવાસોમાં અને ક્યારેક ભવનોમાં રહે છે. જયારે નાગકુમારાદિ બીજા નવ ભવનવાસીઓ મોટે ભાગે ભવનોમાં જ વસે છે.
[૧] ગણુરમર :- ત્રણ નારકી સુધી જે પરસ્પર નારકીઓને લડાવે છે -અતિ કષ્ટ આપે છે. તેવા પરમાધામી સહિતના અસુરકુમાર દેવો કહેવાય છે.
- ગંભીર, રૂપાળા,કાળા,ઊંચા, રત્નમય મુગટ ધારી એવા આ અસુરો છે. -તેમને દક્ષિણમાં ભવનસંખ્યા ૩૪ લાખ છે. તેનો ઈન્દ્ર ચમરેન્દ્ર છે – તેમને ઉત્તરમાં ભવનસંખ્યા ૩૦ લાખ છે. તેનો ઈન્દ્ર બલીન્દ્ર છે. - સાત હાથ ઉંચા શરીરે કૃષ્ણ વર્ણના, રકત વસ્ત્રવાળા મુકુટમાં ચૂડામણી-નિકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org