Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૧
અધ્યાયઃ ૪ સૂત્ર: ૧૧ ચિહૂન થી ઓળખાતા આ અસુરકુમારને દક્ષિણમાં ૬૪૦૦૦ અને ઉત્તરમાં દ0000 સામાનિકદેવો છે. તથા દક્ષિણમાં ૨,૫૦,૦૦૦ અને ઉત્તરમાં ૨,૪૦,૦૦૦ અંગરક્ષકો છે.
જેબૂદીપથી માંડીને ચમર ચંચા સુધી જેટલો અવકાશાંતર છે તેટલો વૈક્રિય શકિત વડે વિદુર્વેલા અસુરકુમાર-અસુરકુમારિકા થી સતત પૂરી શકે તેટલી શકિત અસુરેન્દ્રની છે.
[૨]નાજુમર - પર્વત કે વૃક્ષો પર પણ આ કુમારો રહે છે
– મસ્તક અને વદને વધુ રૂપાળા ધીમી ચાલે ચાલનારા, માથા ઉપર નાગની ફણાની નિશાની વાળા હોય છે.
–તેમને દક્ષિણમાં ભવન સંખ્યા ૪૪ લાખ છે. તેનો ઇન્દ્ર ધરણેન્દ્ર છે
– તેમને ઉત્તરમાં ભવન સંખ્યા ૪૦લાખ છે તેનો ઇન્દ્રભૂતાનંદે છે–સાત હાથ ઉંચા એવા આ નાગકુમારો શ્વેત વર્ણવાળા છે, તેમના વસ્ત્રનો વર્ણ નીલો છે મૂદુ લલિત ગતિવાળા છે. તેઓનું નિકાય ચિહન ફણા છે.
–નાગકુમારોના સામાનિક દેવો દક્ષિણમાં દ000 છે અને ઉત્તરમાં પણ ૬૦૦૦ છે તેમજ તેના આત્મરક્ષક દેવો દક્ષિણમાં ૨૪૦૦૦ છે અને ઉત્તરમાં પણ ૨૪૦૦૦ છે.
- નાગકુમારના અધિપતિની શકિત માટે કહ્યું છે કે - તેઓ પોતાની વૈક્રિય શકિત વડે વિદુર્વેલી ફણાથી આખા જંબૂઢીપને આચ્છાદિત કરી શકે છે.
[૩] વિદ્યુત શુમાર :- જે વિજળી જેવા ચમકે છે તે વિદ્યુતકમાર છે. – આ કુમારો સ્નેહાળ,ચમકતા, સ્વચ્છ અને વજના ચિહ્નવાળા છે. – તેમને દક્ષિણમાં ભવન સંખ્યા ૪૦ લાખ છે. તેનો ઇન્દ્ર હરિકાન્તન્દ્ર છે. – તેમને ઉત્તરમાં ભવન સંખ્યા ૩૬ લાખ છે. તેનો ઇન્દ્ર હરિ હેન્દ્ર છે.
- વિદ્યુતકુમારોના સામાનિક દેવો દક્ષિણ અને ઉત્તર બંનેમાં છ-છ હજાર છે. તથા આત્મરક્ષક દેવો દક્ષિણમાં ૨૪૦૦૦ અને ઉત્તરમાં પણ ૨૪૦૦૦ છે
-સાત હાથ ઉંચા એવા આ વિધુતકુમારો રકત દેહવર્ણ વાળા છે તેઓના વસ્ત્રનો વર્ણ નીલ છે. સ્નિગ્ધ શરીર નીકાંતિવાળા તેમનું નિકાય ચિહન વજ છે. જે મુગટમાં હોય છે.
- શકિતની અપેક્ષાએ વિદ્યુતકુમાર અધિપતિ વીજળીના એક ઝબકારા વડે આખા જંબૂદીપને પ્રકાશીત કરી શકે છે.
૪િ]સુવર્ણમાર :- તેઓનો વર્ણ સુવર્ણ હોવાથી સુવર્ણકુમાર કહેવાય છે. કેટલાંક તેની સુંદર પાંખને આશ્રીને તેને સુપર્ણ કુમાર પણ કહે છે
– દેખાવડી ડોક અને છાતીવાળા, ધોળી છાયાવાળા, મુકુટમાં ગરૂડના ચિહ્નવાળા એવા આ દેવો પણ સાત હાથ જ ઉંચા છે.
– તેમને દક્ષિણમાં ૩૮ લાખ ભવનો છે. જેનો ઈન્દ્ર વેણદેવેન્દ્ર છે – તેમને ઉત્તરમાં ૩૪ લાખ ભવનો છે. જેનો ઇન્દ્ર વેણુ દાલીન્દ્ર છે
-સુવર્ણકુમારો નાસામાનિક દેવો દક્ષિણ તથા ઉત્તર બંનેમાં છ-છ હજાર છે અને આત્મ રક્ષક દેવો દક્ષિણ તથા ઉત્તરમાં ૨૪-૨૪ હજાર છે.
– શકિતની અપેક્ષાએ સુવર્ણકુમારનો અધિપતિ વૈક્રિય શકિત વડે ગરૂડ ની એક પાંખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org