Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા થી જેબૂદ્વીપને ઢાંકી દઈ શકે છે. પિનબુમાર:- જેઓ પાતાળ લોકથી ક્રીડા કરવાને માટે ઉપર આવે છે - સપ્રમાણ શરીર વાળા, દીપતા એવા, સ્વચ્છ અને ઘડાના ચિહનવાળા છે
-સાત હાથ ઉંચાઈ વાળા આ અગ્નિકુમારો માનોન્માન પ્રમાણ અંગોપાંગવાળા, વિવિધ આભરણોથી શોભતા, રકત વર્ણવાળા, જેઓના વસ્ત્રનો વર્ણનીલ છે તેવા અને મુકુટમાં કળશના ચિહ્ન થી શોભે છે.
– તેઓને દક્ષિણમાં ભવન સંખ્યા ૪૦ લાખ છે જેનો ઇન્દ્ર અગ્નિશિખેન્દ્ર છે. –તેઓને ઉત્તરમાં ભવનસંખ્યા ૩૬ લાખ છે જનો ઈન્દ્ર અગ્નિ માનવેન્દ્ર છે
- તેમના સામાનિક દેવો દક્ષિણમાં છ હજાર અને ઉત્તરમાં પણ છ હજાર છે અને આત્મરક્ષક દેવો બંનેમાં ૨૪-૨૪ હજાર છે.
અગ્નિકુમારના અધિપતિ અગ્નિની એક જવાળા વડે આખા જંબૂદ્વીપને બાળી શકે છે. [વાયુમર :- જે તીર્થકરનો વિહાર માર્ગ શુધ્ધ કરે છે
- સ્થિર, પુષ્ટ અને ગોળ અવયવોવાળા, ઉંડા પેટવાળા, સ્વચ્છ અને ઘોડાની નિશાની વાળા હોય છે.
– સાત હાથ ઉંચા એવા આ વાયુકુમાર દેવો- પ્રિયંગુ વૃક્ષ જેવા અવદાત શ્યામવર્ણવાળા છે, તેમના વસ્ત્રનો વર્ણ રકત છે અને તેઓના મુગટમાં નિકાય ચિહ્ન મગર છે.
– તેઓની ભવન સંખ્યા દક્ષિણમાં ૫૦ લાખ છે. જેનો ઈન્દ્ર વેલંબેન્દ્ર છે. – તેઓની ભવન સંખ્યા ઉતરમાં ૪૬ લાખ છે જેનો ઇન્દ્ર પ્રભંજનેન્દ્ર છે
– તેઓના સામાનિક દેવો દક્ષિણ તથા ઉત્તર બંનેમાં છ-છ હજાર છે અને આત્મ રક્ષક દેવો બંનેમાં ૨૪-૨૪ હજાર છે.
શકિતની અપેક્ષાએ વાયુકુમારનો ઇન્દ્ર એક પવનના ગુંજારવવડે આખા જંબુદ્વીપને પવનથી ભરી દઈ શકે છે.
[૭]સ્વનિત શુમાર:- શબ્દ કરવાવાળા દેવોને સ્વનિતકુમાર કહે છે
– સ્નેહાળ, ગંભીર, મીઠો અવાજ, કરનારા, સરાવના ચિહ્નવાળા છે. – સાત હાથ ઉંચા આ સ્વનિતકુમારો સ્નિગ્ધ શરીરની ક્રાંતિવાળા,સ્થિર, પડઘા પડે તેવા મહાસ્વરવાળા, સુવિશુધ્ધ જાત્યવંત સુવર્ણ સમાન વર્ણવાળા, શ્વેતવસ્ત્રથી યુકત અને મુગટમાં વર્ધમાન કે સરાવના નિકાય ચિહ્ન થી યુકત હોય છે.
– તેઓની ભવન સંખ્યા દક્ષિણમાં ૪૦ લાખ છે. જેનો ઇન્દ્ર ઘોષેન્દ્ર છે. – તેઓની ભવન સંખ્યા ઉત્તરમાં ૩૬ લાખ છે જેનો ઈન્દ્રમહાઘોષેન્દ્ર છે.
– તેઓના સામાનિક દેવો ઉત્તર-દક્ષિણ બંનેમાં છ-છ હજાર છે અને આત્મરક્ષક દેવો બંનેમાં ૨૪-૨૪ હજાર છે. . – શકિતની અપેક્ષાએ તેનો અધિપતિ એક સ્વનિત (ગર્જરવ) શબ્દ વડે આખા જબૂદ્વીપને બહેરું કરી શકે છે.
[૮] ધિરુમાર:- સમુદ્રોમાં ક્રીડા કરવાના સ્વભાવવાળા ઉદધિકુમાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org