Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ના રત્નકાંડમાં ઉપર-નીચેના ૧૦૦-૧૦૦ યોજન છોડીને મધ્યના ૮૦૦યોજન માં છે.છતાં ત્યાં ઉત્પન્ન થઇને પણ તેઓ અધો-ઉર્ધ્વ-તિર્યક્ ત્રણે લોકમાં પોતાના ભવન-પોતાના નગર અને પોતાના આવાસોમાં નિવાસ કરે છે.
બાળકની જેમ તેઓને સ્વભાવ અનવસ્થિત હોવાથી એક સ્થાનેસ્થિર કે સ્થિત રહી શકતા નથી સ્વતન્ત્ર પણે તેઓ ગમેત્યાં અહીં તહીં ગમનાગમન કરવાવાળા છે માટે વ્યન્તર કહે છે. ત્રણે લોકના સ્વતંત્ર ગમનાગમન ઉપરાંત કયારેક ઇન્દ્રની આજ્ઞા થી કયારેક ચક્રવર્તી આદિ મનુષ્યની આજ્ઞાથી પણ તેમનું ગમનાગમન થાય છે.
કોઇ કોઇ વ્યન્તર નોકર નીજેમ મનુષ્યની સેવા પણ કરે છે.
વિવિધ પ્રકારના પર્વત ગુફા કે વનમાં અથવા કોઇ અન્ય શુન્ય કે નિર્જન સ્થળે પણ નિવાસ કરે છે. માટે વ્યન્તર કહ્યા છે.
આ વ્યારો- અતિ સૌભાગ્યવાન છે. સ્વરૂપવાન છે. દેખાવમાં સૌમ્ય છે. હસ્તકંઠ આદિ અલંકારોથી વિભૂષિત છે,ગાન્ધર્વગીત પ્રત્યે પ્રીતિવાળા છે કૌતુક પ્રિય છે, ક્રીડા-નૃત્યહાસ્ય વગેરે ૫૨ આસકિત વાળા છે પરિણામે ભટકતા ફરે છે. સુંદર વનમાળા-મુકુટ-કુંડળ આદિ વિકુર્તીને ધારણ કરે છે. ઇચ્છા મુજબ આલાપ-સંલાપ કરે છે. રૂપોધારણ કરે છે. અને ચોતરફ ફરે છે. વિવિધ રંગી વસ્ત્રોના શોખીન છે. અને ક્રીડા તથા આનંદ માટે પ્રાયઃ મનુષ્યલોકમાં વિચરણ કરે છે.
* વ્યન્તરોનું સ્થાનઃ-વ્યન્તર દેવોનું મૂળ સ્થાન રત્નપ્રભા નરક ભૂમિના પ્રથમ ૧૦૦૦યોજન મધ્યેના ૮૦યોજન માં છે. ત્યાં જ તેઓ ઉત્પન્ન થાય છે.
– નિવાસરૂપે તો વ્યન્તરોનું સ્થાન અધો-ઉર્ધ્વ-તિર્યક ત્રણે લોકમાં છે. – તદુપરાંત તેઓ ભવન-નગર કે આવાસોમાં પણ વસે છે.
- અનેક પ્રકારના પર્વત-ગુફા કે વનમાં પણ તેઓના સ્થાન હોયછે.
વ્યન્તરોના નગરનું પ્રમાણઃ- રત્નપ્રભા ભૂમિમાં રહેતા તે વ્યંતરોના નગરોના ત્રણ પ્રમાણ બૃહત્સંગ્રહણી ગાથા-૫૬માં કહ્યા છે.
જે મોટા નગ૨ો છે તે જંબુદ્વીપ જેવડા લાખ યોજનના છે. સર્વે લઘુ નગરો ભરત કે ઐરાવત ક્ષેત્ર સમાન છે. અને મધ્યમ પ્રમાણવાળા નગરો મહાવિદેહ ક્ષેત્ર પ્રમાણ છે.
આ ભૂમિનગરો બહારથી ગોળ, અંદર થી ચોખૂણ, નીચેના ભાગે કમળની કર્ણિકા સમાન છે. તેની આસપાસ ઉંડી ખાઇ અને સુંદર કોટ છે આ નગરો-મહામંત્રોથી યુકતદુષ્પ્રવેશ્ય-અયોધ્ય-ગુપ્ત-સમૃધ્ધિ પૂર્ણ છે. ત્યાં પંચરંગી પુષ્પોની સુગંધ-અગર-તથા કંદુપ આદિ ધૂપની સુગંધ હંમેશાં ફેલાયેલી રહે છે.
* આઠે વ્યંતરોનો ટૂંક પરિચયઃ
[૧]કિન્નરોઃ-પ્રિયંગુનાઝાડ જેવા શામળા, શાંત,સૌમ્ય દર્શન વાળા,સુંદર મુખવાળા, મુગુટ અને મોળિયાં પહેરેલા-અશોક વૃક્ષના ચિહ્ન થી યુકત ધજા વાળા અને સ્વચ્છ હોય છે. આ કિન્નર વ્યન્તરના દશ ભેદ કહ્યા છે.
૧-કિન્નર ૨-કિંપુરુષ ૩-કિંપુરુષોત્તમ ૪-કિન્નરોત્તમ પ-હ્દયંગમ ૬-રૂપશાલી,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International