Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૨
૭-અનિન્દ્રિત ૮-મનોરમ ૯-રતિપ્રિય ૧૦-૨તિશ્રેષ્ઠ
[૨]કિંપુરુષઃ- ઊરૂ અને બાહુમા અધિક રૂપ શોભાવાળા,મુખમાં અધિક ભાસ્વર, વિવિધ આભરણોથી શોભતા, વિચિત્ર પુષ્પમાળા અને વિલેપન વાળા છે અને તેમના મુગટ ચંપક વૃક્ષની ધ્વજા ના ચિહ્ન યુકત હોય છે.
આ કિંપુરુષ વ્યન્તરના પણ દશ ભેદ છે
૧-પુરુષ ૨-સત્પુરુષ ૩-મહાપુરુષ ૪-પુરુષ વૃષભ ૫-પુરુષોત્તમ Rs-અતિપુરુષ ૭-મરુદેવ ૮-મરુત્ ૯-મેરુપ્રભ ૧૦-યશસ્વાન્
[૩]મહોરગઃ- મહાવેગવાળા,સૌમ્ય, સૌમ્યદર્શનવાળા, મોટા શરીરવાળા વિસ્તૃત અને પુષ્ટ સ્કન્ધ તથા ગ્રીવાવાળા, વિવિધ પ્રકારનાવિલેપનવાળા, અને વિવિધ આભરણોથી ભૂષિત, શ્યામવર્ણના,સ્વચ્છ અને ઉજ્જ્વલ હોય છે. તેઓનું ચિહ્ન નાગ વૃક્ષની ધ્વજા છે. આ મહોરગ વ્યન્તરના પણ દશ ભેદ છે.
૧-ભૂજગ, ૨-ભોગશાળી, ૩-મહાકાય, ૪-અતિકાય, પ-સ્કન્ધશાલી, ૬-મનોરમ, ૭-મહાવેગ, ૮-મહેષ્વક્ષ, ૯-મેરુકાન્ત અને ૧૦-ભાસ્વાન
[૪]ગાન્ધર્વઃ- આ વ્યન્તરો શુધ્ધ-સ્વચ્છ, લાલવર્ણવાળા, ગંભીર અને ઘન શરીરને ધારણ કરવાવાળા હોય છે. તેનું સ્વરૂપ જોવામાં પ્રિય હોય છે,સુંદરરૂપ તથા સુંદર મુખાકૃતિવાળા અને મનોજ્ઞ સ્વર ના ધારક હોય છે. માથા પર મુગટ અને ગળામાં હાર થી વિભુષિત હોય છે. તેઓનું ચિહ્ન તુમ્બરુ વૃક્ષની ધ્વજા છે.
આ ગાંધર્વ વ્યન્તરના બાર ભેદ છે.
૪૭
૧-હાહા, ૨-હૂહૂ, ૩-તુમ્બુરુ, ૪-નારદ, ૫-ઋષિવાદિક, દ્ર-ભૂતવાદિક, ૭-કાદમ્બ, ૮-મહાકાદમ્બ, ૯-રૈવત, ૧૦ વિશ્વાવસુ, ૧૧-ગીતતિ, ૧૨-ગીતયશા
[પ]યક્ષ:- નિર્મળ શ્યામવર્ણવાળા અને ગંભિર હોય છે. મનોજ્ઞ, જોવામાં ગમે તેવા, માન-ઊન્માન તથા પ્રમાણથી યુકત હોય છે. હાથ-પગના તળભાગ નખ, જિલ્લા, ઓઠ એ સર્વે લાલ રંગના હોય છે. પ્રકાશમાન મુગટના ધારણ કરવાવાળા, વિવિધ પ્રકારના રત્નો અને આભુષણો થી ભૂષિત હોય છે. તેઓનું ચિહ્ન વટવૃક્ષની ધ્વજા છે.
આ યક્ષ જાતિના વ્યંતરના ૧૩ અવાંતર ભેદ કહ્યા છે.
૧-પૂર્ણભદ્ર, ૨-માણિભદ્ર, ૩-શ્વેતભદ્ર, ૪-હરિભદ્ર, ૫-સુમનોભદ્ર, ૬-વ્યતિપાતિક ભદ્ર, ૭-સુભદ્ર, ૮-સર્વતોભદ્ર, ૯-મનુષ્યયક્ષ, ૧૦-વનાધિપતિ, ૧૧-વનાહાર, ૧૨-રૂપયક્ષ, ૧૩-યક્ષોત્તમ
[૬]રાક્ષસઃ- શુધ્ધ અને નિર્મળ વર્ણવાળા, ભીમ અને જોવામાં ભયંકર, વિકરાળ રાતા અને લાંબા હોઠવાળા, તપનીય સુવર્ણમય આભૂષણોવાળા વિવિધ પ્રકારના વિલેપનોથી યુકત હોય છે. અને તેનું ચિહ્ન ખટ્યાંગની ધજા છે
આ રાક્ષસ જાતિના વ્યંતરના સાત પેટા ભેદો છે.
૧-ભીમ, ૨-મહાભીમ,૩-વિઘ્ન, ૪-વિનાયક, પ-જળરાક્ષસ, ૬-રાક્ષસ રાક્ષસ, ૭-બ્રહ્મરાક્ષસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org