Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [9]ભૂતઃ- શ્યામવર્ણના પણ સુંદર રૂપવાળા, સૌમ્ય સ્વભાવવાળા, અતિસ્થૂળ અનેક પ્રકારના વિલેપનો થી યુકત હોય છે તેમનું ચિહ્ન સુલસ ધજા છે. આ ભૂત વ્યન્તરના નવ ભેદો કહ્યા છે.
૧-સુરૂપ, ૨-પ્રતિરૂપ,૩-અતિરૂ૫,૪-ભૂતોત્તમ, પ-કન્દિક, Rs-મહાસ્કન્દિક, ૭-મહાવેગ, ૮-પ્રતિચ્છન્ન, ૯-આકાશગ.
[૮]પિશાચઃ-સ્વભાવથી બહુલતાએ રૂપવંત, સૌમ્ય દર્શનવાળા, હાથમાં અને ડોકમાં મણિરત્નમય ભૂષણવાળા અને જેઓનું ચિહ્ન કદમ્બવૃક્ષની ધજા છે તેવા આ પિશાચો છે. તેમના ૧૫ ભેદ કહ્યા છે.
૪૮
૧-કુષ્માંડ,૨-૫ટક, ૩-જોષ, ૪-આત્મક, પ-કાળ, ૬-મહાકાળ, ૭-ચોક્ષ, ૮-અચોક્ષ, ૯-તાલ પિશાચ, ૧૦-મુખરપિશાચ, ૧૧-અધસ્તારક, ૧૨-દેહ, ૧૩-મહાદેહ, ૧૪-તુષ્ણીક, ૧૫-વનપિશાચ.
આઠે પ્રકારના વ્યન્તર ના પરિવાર- આદિ
આઠે પ્રકારના સોળે વ્યન્તરેન્દ્રોને-ચાર ચાર હજાર સામાનિક દેવો, હજાર-હજારના પરિવારવાળી ચાર-ચાર ઇન્દ્રાણીઓ, ત્રણ પ્રકારના પર્ષદાના દેવો, સાત-સાત સેનાપતિઓ, ચારેદિશામાં રહેલા ચાર હજાર-આત્મરક્ષકદેવો, આટલા પરિવાર વાળા અને પોતપોતાના લાખો નગરોમાં અદ્ભુત ચક્રિત્વ ધારણ કરતા એ સર્વ ઇન્દ્રો પોતપોતાની નિકાયમાં ઉત્પન્ન થઇ પોતપોતાની દિશામાં રહેલા અસંખ્યાત વ્યન્તર વ્યન્તરીઓનું રાજય ભોગવે છે. વિશેષ હકીકતઃ- વ્યન્તર દેવોના જે આઠ ભેદો કહ્યા છે તે મૂળભેદ છે તે સિવાય બીજા પણ આઠ ભેદ સ્થાનાંગ-પ્રજ્ઞાપનાદિમાં વર્ણવેલા છે. તે આ પ્રમાણે (૧)અણુપત્ની (૨)પણપની (૩)ઋષિવાદી (૪)ભૂતવાદી, (૫)કંદીત (૬)મહાકંદીત (૭)કોદંડ અને (૮)પતંગ
આ વાણ વ્યન્તરો-રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧૦૦યોજનમાંથી ઉપર નીચેના ૧૦૧૦ યોજન બાદ કરી મધ્યના ૮૦ યોજનમાં રહે છે.
લોકપ્રકાશ ગ્રન્થાધારે વ્યન્તર સાથે દશપ્રકારના જુંભક દેવોની પણ ગણતરી કરાય છે. તેઓ એક સાથે ત્રણ ભેદ જણાવે છે.
(૧)વ્યન્તર (૨)વાણ વ્યન્તર (૩)તિર્યકર્જ઼ભક દેવ
–વ્યન્તર અને વાણ વ્યન્તરના ભેદો ઉપર જણાવ્યા-તિર્યક્ ઝુંભકના દશભેદ આ પ્રમાણેછે. (૧)અન્નભક (૨)પાનદ્રંભક (૩)વદ્રંભક (૪)વસ્તીભક (૫)પુષ્પદ્રંભક (૬)ફળદ્રંભક (૭)પુષ્પફળદ્રંભક (૮)શયનજ઼ભક (૯)વિદ્યાદ્રંભક (૧૦)અવ્યકતષ્કૃભક
આ દેવો અન્ન આદિ વસ્તુઓ ખુટતી હોયતો પુરી કરે છે. અને ઓછા રસવાળી હોયતો રસયુકત કરે છે. તેઓ ચિત્ર-વિચિત્ર-વૈતાઢ્ય-મેરુ આદિ પર્વતો ઉપર વસે છે. પલ્યોપમના આયુષ્યવાળા હોય છે. નિત્ય પ્રમુદિત રહે છે. ક્રીડા કરતા ફરે છે, સુરત સમાગમમાં લીન રહે છે, ઇચ્છા મુજબ વિચરતા હોય છે.
લૌકીક માન્યતાનું નિરસનઃ- આ લોકમાં ભૂત-પ્રેત-રાક્ષસ વગેરે શબ્દો સાંભળવા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International