Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૩
અધ્યાય: ૪ સૂત્રઃ ૧૧
– કેડ અને સાથળમાં વધુ રૂપાળા, ઘોડાના નિકાય ચિહ્નવાળા છે.
– સાત હાથ ઊંચા એવા આ ઉદધિકુમારો ઉરૂ અને કટિને વિષે સુદંર રૂપવાળા, શ્વેત શરીરવર્ણવાળા, જેમના વસ્ત્રનો વર્ણનલ છે. અને જેઓનું મુગટમાં અશ્વ ચિહ્ન છે.
– તેઓની ભવનસંખ્યા દક્ષિણમાં ૪૦ લાખ છે જેનો ઈન્દ્ર જળકાન્તન્દ્ર છે. – તેઓની ભવન સંખ્યા ઉત્તરમાં ૩૬ લાખ છે જેનો ઇન્દ્ર જલપ્રત્યેન્દ્ર છે.
– તેઓના સામાનિક દેવ દક્ષિણમાં - હજાર - ઉત્તરમાં પણ ૬-હજાર છે અને આત્મરક્ષકદેવો દક્ષિણ તથા ઉત્તરમાં ૨૪-૨૪ હજાર છે.
– શકિતની અપેક્ષાએ આ દેવો એકજ જળલહેર વડે આખા જંબૂદ્વીપને પલાળી શકે છે.
દ્વિપક્રમ- દ્વીપમાં ક્રીડા કરતા દેવો દ્વીપકુમાર કહેવાય છે. – છાતી, ભૂજા, ખભા કરતલમાં વિશેષ સુંદર-સ્વચ્છ અને મુગટમાં સિંહના ચિહ્ન વાળા આ કુમારો છે.
– સાત હાથ ઊંચા એવા આ દ્વીપકુમાર સ્કન્દ, વક્ષસ્થળ, બાહુ અને અગ્રહસ્તમાં અધિક શોભાવાળા, તપોવેલા શ્રેષ્ઠ કનકસમાન વર્ણવાળા અર્થાત રકતવર્ણવાળા છે વસ્ત્રનો નીલવર્ણ અને નિકાય ચિહ્ન સિંહ છે.
- તેમની ભવનસંખ્યા દક્ષિણમાં ૪૦ લાખ છે જેનો ઇન્દ્ર પૂન્દ્ર છે. – તેમની ભવનસંખ્યા ઉત્તરમાં ૩૬ લાખ છે જેનો ઈન્દ્રવિશિષ્ટન્દ્ર છે.
– તેમના સામાનિક દેવો દક્ષિણ ઉત્તર બંનેમાં છ-છ હજાર છે અને આત્મરક્ષક દેવો બંનેમાં ૨૪-૨૪ હજાર છે.
– શકિતની અપેક્ષાએ દ્વીપકુમારનો અધિપતિ વૈક્રિય શકિત વડે વિદુર્વેલા પોતાના હસ્તવડે આખા જંબુદ્વીપને આચ્છાદન કરી શકે છે.
[૧૦] વિવાર:- દિશાઓમાં ક્રિડા કરવાવાળા હોવાથી દિકુમાર કહયા છે–જંઘા અને પગના અગ્રભાગમાં અધિક શોભાવાળા, જાતિવંત તપેલા સુવર્ણ સરીખા વર્ણવાળા, જેના વસ્ત્રનો વર્ણ શ્વેત છે તેવા, અને મુગટમાં હાથી - નિકાચિહ્ન છે જેનું તેવા આ દિકકુમારો સાત હાથ ઊંચા છે.
- તેમના ભવનોની સંખ્યા દક્ષિણમાં ૪૦-લાખા ઉત્તરમાં ૩૬ લાખની છે. -તેમનો દક્ષિણનો ઇન્દ્ર અમિતગતીન્દ્ર અને ઉત્તરનો અમિતવાહનેન્દ્ર છે.
– તેઓના દક્ષિણના આમાનિક ૬૦૦૦ છે – ઉત્તરના પણ ૬૦૦૦ છે બંને દિશામાં આત્મરક્ષકદેવો ૨૪-૨૪ હજાર છે.
– શકિતની અપેક્ષાએ દિકુમારનો અધિપતિ પગની પાનીના એક પ્રહાર વડે આખા જંબૂદ્વીપને કંપાવી શકે છે.
– તિર્થીલોકમાં તેમના આવાસો:-૧- વિદ્યુતકુમારેન્દ્રના આવાસ જંબુદ્વીપમાં ગજદંતા પર્વત ઉપર છે -ર-વાયુકુમાર - તથા સુવર્ણકુમારના ઇન્દ્રો આવાસો માનુષોત્તરપર્વત પર છે. -૩-દીપ - દિફ - અગ્નિને સ્વનિત કુમારના ઈન્દ્રોના આવાસો અણવરદ્વીપમાં છે. -૪-અસુર-નાગ -ઉદધિકુમારના ઇન્દ્રોના આવાસો અરૂણવર સમુદ્રમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org