Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સેવન રહીત કહ્યા છે. છતાં પણ તેઓ પ્રવીચારી દેવો કરતાં અનંતગુણ સુખવાળા છે. કારણ કે પ્રવીચારી સુખ કરતાં ઉપશમનું સુખ અનંતગણું છે.
તદુપરાંત ટીકાકાર મહર્ષિ જણાવે છે કે આ ત્રણે સૂત્રોમાં જે પ્રવીચાર અપ્રવીચાર બંનેનું ગ્રહણ કર્યું છે તે એમ જણાવે છે કે ખરેખર! સંસાર એપ્રવીચાર સમુભવ છે.
આ રીતે સંસારનું મૂળ પ્રવીચારપણું છે અને પ્રવીચારી કરતા અપ્રવીચારીને અનંતગણુ સુખ કહ્યું છે એ બે બાબત આ ત્રણ સૂત્રમાં મુખ્ય છે.
આટલી વાત પરથી નિષ્કર્ષ વિચારીએ તો આ હકીકત ઘણી બોધદાયી છે. સંસારનું સર્વ પ્રકારનું સુખ વાસનાના પ્રતીકાર રૂપજ છે તે પણ ક્ષણિક છે. સમય જતાં ફરી પ્રબળ વાસના જાગે છે. પુનઃ તેનો પ્રતિકાર કરવો પડે છે. પુનઃ થોડો સમય શાંતી થાય,ફરી વાસના પ્રગટે છે. આમ વારંવાર કાયક્લેશ થયા જ કરે છે.જેના ફળ રૂપે દુઃખ અને સંસાર ની સતત વૃધ્ધિ થતી રહે છે. માટે જ મહાપુરુષોએ સંસારની વૃધ્ધિ કરાવતા એવા આ ક્ષણિક સુખને વખોડેલું છે.
વળી ક્રમશઃ કાયાપ્રવીચારીથી સ્પર્શ-રૂપ-શબ્દ-મન પ્રવીચારી અનંતગુણ સુખી કહ્યા છે સૌથી સુખી તો અપ્રવીચારીને જ કહ્યા કારણ કે સાચુ સુખ બાહ્ય પદાર્થોમાં નથી પણ મોહની માયા જાળમાં તે સર્વે સુખરૂપ ભાસે છે.
પરંતુ જો આપણે આ ત્રણ સૂત્રોની તુલના કરીશું તો જણાશે કે સર્વાગ સ્પર્શ યુકત સંપૂર્ણ મૈથુન ના સુખ કરતા મૈથુન વિચરણ રહીત ના દેવોને અનંતગણા સુખી કહ્યા તેનો અર્થજ એ છે કે પૌદ્ગલિક પદાર્થો કરતા આત્મિક પરિણતી માં સુખ-શાંતિ અર્પવાની શકિત સવિશેષ છે. એટલે જ કહ્યું છે કે અપ્રવીચારી દેવામાં જે અનંત સુખ કહ્યું છે તે સુખ પણ વીતરાગતાના સુખ પાસે અનંતમે ભાગે છે.
હવે જો પ્રવીચારી કરતા અપ્રવીચારી અનંતગણા સુખી હોય અને વીતરાગ પરમાત્મા અનંતાનંત ગુણા સુખી હોયતો સાચુ સુખ ક્યાં છે? સંસારની મોજ મજામાં કે વીતરાગતામાં?
જો અનંતકાળ પર્યન્ત રહેનારા સાચા સુખની ઝંખના હોય તો તે શિવ સુખ માટે મોક્ષ સિવાય કોઈ વિકલ્પ નથી જો મોક્ષ મેળવવો હોય તો સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપી મોક્ષમાર્ગ સિવાય કોઇ બીજો માર્ગ નથી.
OOOOOOO
(અધ્યાય ૪ સૂત્રઃ૧૧) U [1] સૂત્રહેતુ - પૂર્વે દેવોની ચાર નિકાય જણાવી હતી. આ સૂત્ર થકી પહેલા ભવનપતિ નિકાયના દશ ભેદોને જણાવે છે.
[2] સૂટા મૂળ :- નિવાસિનોરનાવિધુત્સવ rf ન वातस्तनितोदधिद्वीपदिक्कुमारा:
U [3] સૂત્ર પૃથક - મવનવાસિન: મયુર - ન - વિદ્યુત્ - સુવ - નિ - વાત - સ્વનિત - ૩ - દ્વીપ - કિ - HIST:
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org