Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા મૂળ સૂત્રાર્થ સિવાય ભાષ્ય અને ટીકામાં જે વિશેષ નોંધપાત્ર હકીકતો છે તેનું અહીં નિદર્શન કરેલ છે.
રે બાકીના. પૂર્વસૂત્રોમાં કલ્પોપપન્નદેવો સુધીની પ્રવીચારની હકીકત જણાવી છે. તેથી પ્રવીચાર સંબંધી પ્રકરણમાં પરે શબ્દ કહેવાથી –માત્ર રૈવેયકવાસી અને અનુત્તર વિમાનવાસી એવા બે પ્રકારના કલ્પાતીત દેવોની જ વાત બાકી રહે છે.
–બીજા શબ્દોમાં કહીએ તો બારદેવલોકની ઉપરના દેવોનુંજ અહીં ગ્રહણ કરવાનું છે. * अप्रविचार:-अविद्यमानप्रवीचाराः पञ्चविधपवीचारापेक्षया प्रवीचारो यत्र न विद्यते ।
–ઉપરોકત સૂત્રોમાં જે કાયાપ્રવીચાર, સ્પર્શ પ્રવીચાર, રૂપપ્રવીચાર,શબ્દપ્રવીચાર અને મન પ્રવીચાર એવા જે પાંચ પ્રકારના પ્રચારનું વર્ણન કર્યું તે પાંચે પ્રવીચાર થી આ (કલ્પાતીત) દેવો રહત હોવાથી તેમને અપ્રવીચારી કહ્યા છે.
–પ્રવીચાર અર્થાત મૈથુન સેવનના ઉકત પાંચે ભેદો ત્યાં વિદ્યમાન ન હોવાથી (તેને) અપ્રવીચારી કહ્યા છે.
–સિધ્ધસેન ગણિજી પ્રવીચાર શબ્દ થી રૂપ-રસ-ગંધ-સ્પર્શ શબ્દ ને જણાવે છે કેમ કે મૈથુન સેવનના હેતુભૂત એવા આ પાંચ મુખ્ય વિષયો છે જેનો અભાવ હોવાથી કલ્પાતીત દેવોને અપ્રવીચારી કહ્યા છે.
વિશેષ:-૧ અલ્પસંલેશ અર્થાત મંદરાગ વાળા હોવાથી તેઓને સ્વસ્થ કહ્યા છે. અથવા કાયકલેશ રહિતતા હોવાથી સ્વસ્થ કહ્યા છે.
-૨-સ્વલ્પ (કામ) વેદાગ્નિ હોવાને કારણે તેને શીતીભૂત પણ કહેલા છે.
-૩- આ દેવો શાંત અને કામલાલસા રહિત હોય છે. તેમને દેવીના સ્પર્શ, રૂપ,શબ્દ અથવા ચિંતન થકી કામસુખ ભોગવવાની અપેક્ષા રહેતી નથી,
-૪ પ્રવીચારી દેવો કરતા અધિક સુખી અને અધિક સંતુષ્ટ રહે છે. કેમ કે જેમ જેમ કામવાસનાની પ્રબળતા તેમતેમ ચિત્તનો કલેશ અધિક જેમ જેમ ચિત્તનો કલેશ અધિક તેમ તેમ તેને મટાડવા માટે વિષયભોગ પણ અધિકાધિક જોઈએ.
પરંતુ બીજા કલ્પ સુધીના દેવોની અપેક્ષાએ ત્રીજા-ચોથાની તેમની અપેક્ષાએ પાંચમા છઠ્ઠાની અને એ રીતે ઉપર ઉપરના સ્વર્ગના દેવોની કામવાસના મંદ હોય છે. તેથી તેમના ચિત્ત સંકલેશની માત્રા પણ ઓછી હોય છે. તેથીજ એમના કામભોગનાં સાધન પણ અલ્પ હોય છે.
જયારે બારમાં સ્વર્ગની ઉપરના દેવોની કામવાસના શાંતજ હોય છે. તેથી તેમને ભોગેચ્છા નથી હોતી પરિણામે તેઓને સંલેશ પણ નથી. તેઓ સંતોષ જન્ય પરમ સુખમાં નિમગ્ન રહે છે.
–પ-બીજી રીતે જોઇએતોબારમાંદેવલોક પછીના દેવો કાય-સ્પર્શ-રૂપ શબ્દ કે મનમાંનું કોઈપણ મૈથુનસેવન કરતા નથી કારણકે મૈથુનસેવનએ વેદના ઉદયથી જાગેલી કામવાસનાનો ક્ષણિક પ્રતિકાર છે. અને રૈવેયક કે અનુત્તર વિમાન વાસી દેવોને આવો વેદોદય જ થતો નથી તેથી તેઓને મૈથુન સેવનનો પ્રશ્ન નથી પરીણામે અત્યંત સુખ-આનંદમાંજ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org