Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૯
પ્રવીવાર, મન:પ્રવીવાર એવો પ્રયોગ થશે. વિશેષઃ
-૧- આ પ્રવીચારને કારણે ઉપર-ઉપરના કલ્પમાં રહેવા વાળા દેવોને અધિકાધિક વિશેષ પ્રીતિ ઉત્પન્ન થાય છે. તેમની આ પ્રીતિ ઉત્તરોત્તર અનુપમ મહત્વ ધરાવે છે. કેમ કે ઉપર-ઉપર તે પ્રવીચાર કરાવવાળા દેવોમાં સંકલ્પરૂપ પરિણામ અલ્પ મન્દ-મન્દતર રહેતા હોય છે. પણ તેઓ સ્થિતિ-પ્રભાવાદિ અપેક્ષાએ ઉત્તરોત્તર વૃધ્ધિ વાળા હોય છે. [જે વાત અધ્યાયઃ ૪-સૂત્રઃ૨૧ સ્થિતિપ્રમાવસુરવ. માં કહી છે.]
સંક્ષેપમાં કહીએતો- ઉપર ઉપરના દેવલોકમાં પ્રવીચાર મંદ મંદતર હોય છે. પણ તે પ્રવીચાર થી પ્રાપ્ત થતું સુખ અધિક -અધિક હોય છે.
–૨-ઉ૫૨ જે દેવોના સ્પર્શદિપ્રવીચાર વિશે કથન કરાયું તે સાન કુમારાદિબધાં દેવો અદેવીક અને અપ્રવીચાર છે એટલે કે સ્પર્શાદિ પ્રવીચાર બધાને છે પણ તે દેવલોકમાં દેવીઓ ન હોવાથી કોઇપણ દેવને પોતાની દેવી નથી.
–૩–કઇ દેવી કયા દેવને યોગ્ય છે?
દેવીઓ ફકત ઔધર્મ અને ઇશાન બેમાં જ હોય છે આ બંને દેવલોકની દેવીઓના બે ભેદ છે. (૧)પરિંગૃહીતા (૨) અપરિગૃહીતા
તે તે દેવોની પત્ની તરીકે રહેલી દેવીને પરિગૃહીતા કહે છે.
-જે દેવી સર્વ-સામાન્ય દરેક દેવના ઉપભોગમાં આવતી વેશ્યા કે ગણિકા જેવી દેવીઓ છે તેને અપરિગૃહીતા કે અપ્સરા કહે છે.
આ અપરિગૃહીતા દેવીજ ઉપર ઉપરના કલ્પના દેવોની પાસે તેની ઇચ્છાને પૂર્ણ કરવા જાય છે. —સૌધર્મ દેવલોકની અપરિગૃહતા દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૦ પલ્યોપમની છે. જધન્ય સ્થિતિ એક પલ્યોપમની છે.
-ઇશાન દેવલોકની અપરિગૃહતા દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૫ - પલ્યોપમની છે. જધન્ય સ્થિતિ સાધિક પલ્યોપમની છે.
૩૩
સૌધર્મ દેવલોકની દેવી કોને ભોગ્ય
જેમની સ્થિતિ ૧-પલ્યોપમની છેતેવી અપરિગ્રહીતા દેવી સૌધર્મ દેવલોકના દેવોને ગણિકા પેઠે ભોગ્ય છે.
જેમની સ્થિતિ પલ્યોપમથી એક સમય અધિક થી માંડીને ૧૦ પલ્યોપમ સુધીની છે. તેવી દેવી ત્રીજા સનત્ કુમાર દેવોને ભોગ્ય બને છે. તેથી ઉપર નહીં.
ુ જેમની સ્થિતિ દશ પલ્યોપમ થી અધિક એક સમય થી માંડીને ૨૦ પલ્યોપમ સુધી હોય તે દેવી (અપ્સરા) પાંચમાં બ્રહ્મ દેવલોકના દેવોને ભોગ્ય બને છે.
જેદેવીની સ્થિતિ વીસ પલ્યોપમ ઉપર એક સમયથી માંડીને ત્રીસ પલ્યોપમ સુધીની છે. તે અપરિગૃહીતા દેવી સાતમા શુક્ર દેવલોક ના દેવોને ભોગ્ય બને છે. જેઅપરિગૃહીતાદેવીની સ્થિતિઃ ત્રીસ પલ્યોપમ ઉપર એક સમય થી માંડીને ચાલીસ
અ ૪/૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org