Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૯
૩૧
ઇચ્છા થાય છે ત્યારે તેનો અભિપ્રાય તેની નિયોગિની દેવી અંગસ્ફૂરણ આદિ લક્ષણોથી જાણે છે. આવી જાણ થતાં જ તે તુરંત ત્રીજા- ચોથા દેવલોકના દેવ પાસે આવીને ઉપસ્થિત થાય છે. તે દેવો આ દેવીઓના સ્પર્શ માત્રથી પ્રીતિ પ્રાપ્ત કરે છે. અને કામવાસનાથી નિવૃત્ત થાય છે.
બૃહત્સંગ્રહણી - ત્રીજા સાનતકુમાર અને ચોથા માહેન્દ્ર દેવલોકના દેવો સ્પર્શ પ્રવીચારી છે તેઓ સ્તન, ભુજા, ઉરૂ, જધન વગેરે ગાત્રના સ્પર્શથી મૈથુન સુખ અનુભવે છે. દેવીના સ્તનાદિ સંસ્પર્શ વડે તેમને કાયપ્રવીચારી કરતાં અનંતગુણ સુખ અનુભવાય છે. દેવીઓને પણ આ સંસ્પર્શથી દિવ્ય પ્રભાવ વડે તેમના શરીરમાં શુક્ર પુદ્ગલનો સંચાર થતા અનંતગુણ સુખ થાય છે અને તૃપ્તિ પણ થાય છે.
ક્ષેત્રલોકપ્રકાશ :- ચતુર આશયવાળી તે દેવીઓ પોતાના અંગ સ્ફૂરણાદિ થકી પોતાના પ્રિયતમની કામેચ્છાનેસમજી જાય છે.ત્યારેઅદ્ભુત શ્રૃંગાર,વસ્ત્રાદિની સજાવટાદિથી અલંકૃતથઇ દેવો પાસે પહોંચે છે. ત્યારે તે દેવો પણ આ અપ્સરાને પોતાના ખોળામાં બેસાડી,ભૂજા વડે ગાઢ આલીંગન કરે છે. વારંવાર તેના સ્તનોને દબાવે છે.ઓઠોને ચુંબન કરે છે. જધનાદિ પ્રદેશોમાં સ્પર્શ કરે છે. અને એ રીતે સ્પર્શમાત્ર થી તેઓ મૈથુન ક્રીડાની જેમ તૃપ્ત થાય છે. તે દેવીને પણ સ્પર્શમાત્ર થી પોતાના શરીરમાં શુક્ર પુદ્ગલો પરિણત થતા તૃપ્તિ મળે છે.
રૂપઃ- પાંચમો બ્રહ્મલોક અને છઠ્ઠો લાન્તક એ બે દેવલોકના દેવો રૂપથી મૈથુન સેવન કરે છે.
–બ્રહ્મલોક અને લાન્તક કલ્પના દેવોને જયારે મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થાય છે. ત્યારે તેઓને મૈથુન સુખની ઇચ્છાવાળા જાણીને તેની નિયોગીની દેવી તેની નજીક આવીને ઉપસ્થિત થાય છે. તે દેવી પોતાના દિવ્ય અને સ્વભાવિકજપ્રકાશમાન એવા સર્વાંગ મનોહર રૂપને દેખાડે છે. જે શ્રૃંગાર સંબંધિ ઉદાર અને અભિજાત આકાર તથા વિલાસથી યુકત હોય છે. સુંદ૨-ઉજજવળ અને મનોજ્ઞ વસ્ત્ર તથા આભરણોથી યુકત હોય છે. આવું રૂપ જોઇને દેવને સંતોષ થઇ જાય છે. અને રૂપના જોવા માત્રથી તેની કામેચ્છા નિવૃત થાય છે.
બૃહત્ સંગ્રહણી પાંચમાં બ્રહ્મ અને છઠ્ઠા લાંતક દેવલોકના દેવો રૂપમાત્રના પ્રવીચાર વાળા છે. તે દેવો દેવીઓના ઉન્માદ જનક રૂપને જોઇને જ કાયપ્રવીચાર કરતાં અનંતગુણ સુરત સુખને પામે છે.અને તૃપ્ત થાય છે.દેવીઓને પણ દેવોના તેવા પ્રકારના રૂપાવલોકનથી દિવ્ય પ્રભાવ વડે શુક્ર પુદ્ગલના સંક્રમથી કાયપ્રવીચાર કરતાં અનંતગુણ કામસુખ પ્રાપ્ત થાય છે.
ક્ષેત્રલોકપ્રકાશઃ- પાંચમાં છઠ્ઠા સ્વર્ગના દેવોને કામ અભિલાષા થાય ત્યારે તે દેવોને યોગ્ય, દેદીપ્યમાન કાંતિવાળી એવી અપ્સરા ત્યાં આવે છે. તેમના દિવ્ય-ઉન્માદક રૂપને જોતાં એવા તે દેવો-તીવ્રતર એવી કામરાગાર્ત દૃષ્ટિ થી તે દેવીઓના રૂપને ઝીલે છે. ફકત દૃષ્ટિસુખથી સુરત ક્રીડાની જેમ તૃપ્ત થાય છે. કેમ કે પૂર્વના દેવો કરતા આ દેવોને કામોદ્વેગ અલ્પ હોય છે. દેવોના આ રૂપ પ્રવીચારથી દેવીઓના અંગોમાં પણ દૂરથી જ શુક્ર પુદ્ગલોનો સંચાર થતા તે દેવીઓ પણ પરમતૃપ્ત થાય છે.
શબ્દઃ- સાતમા મહાશુક્ર અને આઠમા સહસાર દેવલોકના દેવો શબ્દથી મૈથુન સેવન કરે છે. -જયારે મહાશુક્ર અનેસહાર કલ્પના દેવોનેપ્રવીચારની આકાંક્ષા ઉત્પન્ન થાય
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International