Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે. ત્યારે તેની નિયોગીનીદેવીઓ તેઓને કામસુખના અભિલાષી જાણીને તેની નિકટ આવે છે. એવા શબ્દોનું ઉચ્ચારણ કરે છે કે જે શ્રવણ વિષયના સુખને દેવાવાળા અને અત્યન્ત મનોહર હોય. તેમાં શૃંગાર ને અનુરૂપ ઉદાર અને વિલાસ-અભિલાપ યુકત શબ્દો હોય છે વળી તેમાં હાસ્ય-કથન-ગીત પણ કયારેક ભળે છે. આવા શબ્દ શ્રવણથી જ તે દેવો તૃપ્ત થાય છે. અને મૈથુન ઇચ્છા થી નિવૃત થાય છે.
બૃહત્ સંગ્રહમા-મહાશુક્ર અને સહારના દેવો શબ્દ પ્રવીચારી છે. તેઓ પ્રવીચાર ની ઈચ્છાને વિષયભૂત દેવીના ગીત-હસિત-અવિકારભાષિત અને નૂપુરાદિના દિવ્ય ધ્વનિના શ્રવણમાત્રથી કાયાપ્રવીચાર કરતાં અનંતગુણા સુરત સુખને અનુભવે છે. અને તૃપ્ત થાય છે. દેવીઓને પણ તે શ્રવણ સુખ મેળવનારદેવોના શુક્રપુદ્ગલના દિવ્ય પ્રભાવ વડે થતાં સંચાર થી અતિ સુખ પ્રાપ્ત થાય છે.
ક્ષેત્ર લોકપ્રકાશ-દેવતાના કામાભિલાષને જાણી નીચેની દેવીઓ ત્યાં આવે છે.તે અપ્સરાઓના શૃંગારરસ મિશ્રિત,કોમળ અને સુંદર વચનો સાંભળે છે.તેના કામગર્ભિત અવાજો, અન્યોક્તિ,વક્રોક્તિ,બંગોકિત,હદયંગમ એવી ગદ્ય-પદ્ય કાવ્ય પંક્તિ,કંકણ નો રણકાર, વર-કંદોરાના મધુર ધ્વનિ,ઝંકારાદિ અવાજો થી સંભોગ જેવું સુખ પ્રાપ્ત થાય છે. દેવીઓ પણ દૂર રહીને જ પોતાના શરીર રૂપે પરિણામ પામેલ દૈવી શુક્ર પુદ્ગલોથી તૃપ્ત થાય છે.
* મન- નવમો આનત દશમો પ્રાણત-તથા-અગીયારમો આરણ બારમો અશ્રુત એ ચાર દેવલોકના દેવો મનથીજ મૈથુન સેવન કરે છે.
– આનત-પ્રાણત-આરણ-અય્યત એ ચાર દેવલોકના દેવો જે સમયે પ્રવીચાર ની ઇચ્છા માત્ર કરી. અને દેવીઓને ચિત્તમાં સ્થાપન કરે છે. તે જ સમયે તે દેવો તૃપ્ત થાય છે. અને સંકલ્પ માત્રથી જ તેની આશા નિવૃત્ત થઈ જાય છે.
બ્રહત સંગ્રહણી -નવ-દશ-અગીયાર-બારએ ચારદેવલોકના દેવો મનપ્રવીચારી હોય છે. પ્રવીચારની ઈચ્છાથી તદ્યોગ્ય દેવીને મનના વિષયભૂત કરે છે. ત્યારે તે દેવી પણ પોતાના સ્થાનમાં જ રહીને અદ્દભૂત શૃંગાર ભાવ ધારણ કરીને મન વડે જ ભોગને માટે તૈયાર થાય છે. આ રીતે પરસ્પર મને સંકલ્પ થકી તે દેવો તૃપ્ત બને છે. અને દેવીને દિવ્યપ્રભાવ વડે શુક્રપુગલનો સંચાર થાય છે. તો પણ તે બંનેને કાયમવીચારી કરતા અનંતગુણ સંભોગસુખ પ્રાપ્ત થાય છે. અને તૃપ્તિ થાય છે.
ક્ષેત્રલોકપ્રકાશઃ- આનત-પ્રાણત-આરણ-અય્યત એ ચાર દેવલોકના દેવોને ભોગની ઇચ્છા થતા પોતાને યોગ્ય એવી દેવીનો વિચાર કરે, છે ત્યારે તે દેવી સુંદર શૃંગાર સજેલીકામવિધુર-દૂરદેશમાં હોવાથી પતિ પાસે જવા અસમર્થ પત્ની સમી-પોતાના સ્થાનમાં જ રહીને ચિત્તને કામથી આકુળ વ્યાકુળ કરે છે. દૂર રહ્યા છતા તે દેવોના ભોગો તૃપ્ત થાય છે. દેવીને પણ દૂરથી જ સર્વઅંગમાં પરિણત થયેલા શુક્રપુદ્ગલોથી તૃપ્તિ થાય છે કેમ કે આઠમા દેવલોકથી ઉપર દેવીનું ગમનાગમન છે નહીં.
જ પ્રવીવાર – પ્રવીવાર શબ્દ નો અર્થ મૈથુન સેવન કરેલો છે. -આ શબ્દ સ્પર્શ, સૂપ, શબ્દ, મનસ્ સાથે જોડવાનો છે. તેથી સરવીવાર, પ્રવીવાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org