Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉO
તવાથધિગમ સૂત્ર અભિનવટીકા ત્યાં પ્રવીચારતો છે જ.આ સૂત્ર થકી સૂત્રકાર તેમના મૈથુન સેવનની પ્રણાલીદર્શાવે છે.
ત્રીજા સ્વર્ગથી માંડીને ઉપરના વૈમાનિકદેવો મનુષ્યની સમાન સર્વાગોના શરીર સ્પર્શ થકી કામસુખ ભોગવતા નથી. પણ જુદીજુદી રીતે તેઓ વૈષયિક સુખનો અનુભવ કરે છે.
* શોષા: –બાકીના. અહીં બાકીના એટલો જ શબ્દ કહેવા માત્રથી અર્થ સ્પષ્ટ થતો નથી. તેથી ઉપરના બે સૂત્રોની અનુવૃત્તિ લીધી છે.
દેવોની ચાર નિકાય કહી. તેમાં પ્રથમ નિકાયના દેવો તો શરીર થી મૈથુન સેવન કરે છે તે કહેવાઈ ગયું. પછી ઉપરોકત સૂત્રમાં મા-gશાનાર્ કહ્યું. તેથી કલ્પોપપન્નવૈમાનિકોમાંના પ્રથમ બે સ્વર્ગ સુધીની મર્યાદા વાળા વૈમાનિકોનો પ્રવીચાર કહેવાઈ ગયો.
હવે અહીં શેષા: શબ્દથી કલ્પોપપન્ન વૈમાનિક દેવોના બાકીના દેવોનું જ ગ્રહણ થઈ શકશે. એટલે કે ત્રીજા સનકુમાર કલ્પથી બારમા અશ્રુતકલ્પ સુધીના દેવો ના પ્રવીચાર સંબંધિ વિષય જ પ્રસ્તુત સૂત્રમાં ગ્રાહય બનશે.
* પ્રયો: યો: – બબ્બે - કલ્પોને માટે શબ્દ મુકાયેલ છે તેથી -ત્રીજા-ચોથા સ્વર્ગનો વિષય સ્પર્શ પ્રવીચાર થશે. -પાંચમા - છઠ્ઠા સ્વર્ગનો વિષય રૂપ પ્રવીચાર થશે. -સાતમા - આઠમા સ્વર્ગનો વિષય શબ્દ પ્રવીચાર થશે. -નવદશ - અગીયારબાર નો વિષય મન પ્રવીચાર થશે
જ અનુક્રમસંબંધ-સૂત્રકારમહર્ષીએસ્પર્શ-રૂપ-શબ્દ-મનએચારપ્રવીચાર જણાવ્યાછે. - સૌધર્મ અને ઇશાન બે દેવલોકને બાદ કરતા દશ સ્વર્ગ બીજા છે. - આ દશમાં નવ-દશા અને અગીયાર-બારનું જોડકું બનાવેલ છે.
કારણકે આગામી સુત્ર૪:૨૦સૌધર્મેનલીન માંગનતિકIMયો અને મારતો : એ રીતે બંને દેવલોકને દ્વીવચનમાં સાથે સાથે મુકેલાછે.જો સૂત્રકારને વિશીષ્ટપ્રયોજન નહોત તો આવાઢીવચનાત્ત શબ્દ પ્રયોગને બદલે સીધું જ માનતUાતારખાતા: કહી શક્યા હોત.
- પરંતુ આવા જોડકા બનાવીને પરોક્ષ રીતે ત્યાંની સ્થિતિની સામ્યતાને સૂચવે છે. વળી નવમાઆનત-દશમા પ્રાણતનો ઇન્દ્રએકજ છે. અગીયારમાં આરણ અને બારમાં અશ્રુતનો ઈન્દ્ર પણ એકજ છે. તેથી ઈન્દ્રને આશ્રીને તેમજ દ્વવચનાન્તપણાને લીધે નવ-દશ સ્વર્ગને એકરૂપ ગણેલ છે. અને અગીયાર-બારનો પણ એકરૂપે ગણેલ છે. એ રીતે ચાર દેવલોકના બબે જોડકા નહીં કરતા એક જોડકુ જ બનશે. પરિણામે અહીં બબ્બે સ્વર્ગના કુલ ચાર જોડકા થાય છે. (૧) ત્રીજો ચોથો (૨) પાંચમો - છઠ્ઠો (૩) સાતમો - આઠમો (૪) નવમો દશમો - અગીયારબારમો
આ રીતે સ્પર્શદિ ચાર અને બબ્બેના જોડકા ચાર હોવાથી (યથાલયમ) અનુક્રમ સંબંધ ગોઠવાઈ જાય છે.
* સ્પર્શ - ત્રીજો સનતકુમાર અને ચોથો માહેન્દ્ર એ બે દેવલોકના દેવો સ્પર્શ થકી મૈથુન કરે છે. - દેવીને સ્પર્શમાત્રથી કામતૃષ્ણા શાન્ત કરે છે.
જયારે સાનકુમાર અને માહેન્દ્રકલ્પના દેવોને કામતૃષ્ણા જાગે, મૈથુન સુખ પ્રાપ્તિની Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org