Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૮
[એટલે કે શરીરથી વિષયસુખ ભોગવવા વાળા છે] [] [5]શબ્દશાનઃ
જાય - શરીર
પ્રવિવાર - વિષયસુખ/મૈથુનસેવન શાનાત્ – ઇશાન દેવલોક સુધી.
આ - પર્યન્ત - હદ/મર્યાદા [] [6] અનુવૃત્તિ ઃ- તેવા ખ્વતુર્નિવાયા: સૂત્ર ૪:૧થી ની દેવા: અનુવૃત્તિ લેવી.
[7]અભિનવટીકાઃ- ભવનપતિ થી આરંભીને ઇશાન દેવલોક સુધી દેવ અને દેવી બંનેનું અસ્તિત્ત્વ છે. દેવ વિષયક વિવિધ બાબતોની વિચારણા સાથે સૂત્રકા૨ મહર્ષિ દેવોના પ્રવિચાર ને આ સૂત્ર થકી જણાવે છે. કેમકે દેવ અને દેવી બંને જયારે આ તમામ નિકાયોમાં હોય છેતો તેમની વચ્ચે કેઇ શરીર સંબંધ હોય છે કે નહીં ? છે તો કેવી રીતે છે ? એ વિષયક વિશેષતાનું દર્શન કરાવવું આવશ્યક છે.
૨૭
સામાન્ય અર્થ ઃ- ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક, [પહેલા દેવલોક] સૌધર્મ અને [બીજા દેવલોક] ઇશાન સુધીના દેવોને જયારે કામ વાસનાનો ઉદય થાય ત્યારે દેવીઓ સાથે કાયાથી મૈથુન સેવે છે. આ મૈથુન સેવનક્રિયા મનુષ્ય પુરુષ અને સ્ત્રીના મૈથુન જેવી હોય છે. સૂત્રના શબ્દોને આશ્રીને અભિનવટીકાબાય -ાય એટલે શરીર. * प्रवीचार:- प्रवीचारो मैथुनोपसेवा
कायः शरीरम् इति ।
–પ્રવીચાર એટલે મૈથુન સેવન અથવા મૈથુન વ્યવહાર. कायप्रवीचार:- कायेन प्रवीचार एषाम् इति कायप्रवीचाराः
– શરીર થકી સ્ત્રી સંભોગ આદિ જે મૈથુન સેવન કરાય છે. તેને‘‘કાય પ્રવીચાર’’ કહેછે. – બૃહત સંગ્રહણીમાં જણાવે છે કે-ભવનપતિ થી ઈશાન દેવલોક સુધીના દેવો પોતાના વૈક્રિય શરીર વડે-મનુષ્ય સ્ત્રી પુરુષની જેમ મૈથુન સેવનારા [સંભોગકરનારા] છે.
આ દેવો સંકિલષ્ટ પરિણામવાળા પુરુષવેદ રૂપ કર્મના પ્રભાવથી મનુષ્યની જેમ મૈથુન સુખને અનુભવનારા છે.
તેથીજ સર્વાંગ વડે કાયક્લેશ થી ઉત્પન્નસંસ્પર્શનાસુખને પામીનેતેમાં પ્રીતિવાળા થાય છે. --સર્વાંગ સ્પર્શયુકત સંભોગ વિના તેમને તૃપ્તિ થતી નથી.
—મૈથુન સેવનમાં તીવ્ર અનુરકતથાય છે. સર્વાંગીણ સ્પર્શ સુખ માણીને જ સંતોષ મેળવે છે. વાયપ્રવીવાર કઇ રીતે? :-ક્ષેત્ર લોકપ્રકાશમાં આ દેવોના કાયપ્રવીચારનું વર્ણન કરે છે. તે મુજબ ઃ
દેવોના પ્રેમ અને પ્રીતિને બમણા કરેલી સર્વાંગ સુંદર દેવી પતિદેવના ચિત્તને અનુસરીને અનેક રૂપો વિકુર્વે છે.
દેવો પણ પોતાના અનેક રૂપો વિકર્વી આવી સ્ત્રીઓ સાથે તેના અંગ પ્રત્યંગમાં ગાઢ આલીંગન આપે છે.
–મુખને ખૂબ નમાવીને, દબાવીને, સીત્કાર છુટે તે રીતે હોઠોને ચુંબન કરે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org