________________
સેમસુંદરસૂરિ.
આ. શ્રી દેવસુંદરસુરિની પાટે પચાસમા પટ્ટધર શ્રી સોમસુંદરસુરિ થયા છે.
આ સેમસુંદરસૂરિના જીવન ચરિત્ર માટે તેમના શિષ્ય પ્રતિષ્ઠામે વિ. સં. ૧૫૫૪ માં સેમસૌભાગ્ય કાવ્ય નામે ગ્રંથ બનાવ્યા છે.
આ સેમસુંદર મૂળ પાલનપુરના વતની હતા. તેમના પિતાનું નામ સજજન શેઠ અને માતાનું માલ્ડણદેવી હતું. તેમનો જન્મ વિ. સં. ૧૪૩૦ ના મહા વદિ-૧૪ ને શુક્રવારે થયો હતો. તેમણે વિ. સં. ૧૪૩૭ માં પાલનપુરમાં જયાનંદસૂરિ પાસે પિતાની બહેન સાથે દીક્ષા અંગીકાર કરી હતી. દીક્ષા પછી જ્ઞાનાભ્યાસ માટે ગચ્છનાયક દેવસુંદરસૂરિએ તેમને જ્ઞાનસાગરસુરિને સંપ્યા હતા. વિ સં. ૧૪૫૭ માં તેમને આચાર્ય પદવી દેવસુંદરસૂરિ મહારાજે આપી હતી. આ પદપ્રદાન પાટણમાં થયું હતું અને તેમાં અઢળક ધન પાટણના નરસિંહ શેઠે ખચ્યું હતું.
આચાર્યપદારૂઢ થયા પછી તરત જ ગચ્છાધિપતિપણાનું સૌભાગ્ય તેમને નસીબે હતું. તેથી તેમની આચાર્યપદવી પછી દેવસુંદરસૂરિ સ્વર્ગે સિધાવ્યા અને સેમસુંદરસુરિ ગચ્છનાયક થયા.
આ. સોમસુંદરસુરિએ વડનગરમાં દેવરાજ શેઠે કરેલ મહોત્સવ પૂર્વક વિ. સં. ૧૪૭૮ માં મુનિસુંદરને આચાર્ય પદવી આપી. આ પછી ઈડરના શેવિંદ શેઠના મહોત્સવપૂર્વક તારંગામાં વિ. સં. ૧૪૭૯માં જયચંદ્રને આચાર્ય પદવી આપી. નીંબશેઠે કરેલા મહેત્સવપૂર્વક ભુવનસુંદરને આચાર્ય પદવી આપી. ગુણરાજ શેઠના કરેલા મહોત્સવપૂર્વક મહુવામાં જિનસુંદરવાચકને આચાર્ય પદવી આપી, ચંપકલ્ચષિના આગ્રહથી જિનકીતિને આચાર્ય પદવી આપી અને રાણકપુરમાં ધરણેન્દ્ર શેઠના આગ્રહથી સેમદેવ વાચકને આચાર્ય પદવી આપી.
૪ વિ. સં. ૧૪૭૯ માં સેમસુંદરસૂરિએ તારંગામાં અજિતનાથ ભગવાનની અંજન શલાકા કરી પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા મહેસવા ઈડરના શેઠ ગોવિંદ ભવ્ય રીતે કર્યો હતે. અને તેમાં તેણે ઘણા ગામના સઘને આમંત્રણ આપ્યું હતું.
વિ. . ૧૪૯ માં સેમસુંદરસૂરિએ રાણકપુરનું ૧૪૪ થાંભલાવાળા ત્રિભુવનદીપક પ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી હતી. આ ઉપરાંત મેવાડ, દેલવાડા, મહુવા, ઈડર, આબુ, ગિરનાર, શત્રુંજય, ચિત્તડ, ઘઘા, વિગેરે ઠેકાણે પ્રતિષ્ઠા કરાવી હતી.
શ્રાદ્ધવિધિકાર, ધર્મસાગરીયપદાવલીકાર વિગેરેમાં મુનિસુંદરસુરિને સોમસુંદરસુરિના શિષ્ય કહે છે. પણ ખરી રીતે તે તેમના આચાર્યપદદાતા હતા તથા તે ગચ્છનાયક હોવાથી તેમના શિષ્ય તરીકે ગણાવ્યા છે.
* તારંગામાં અજિતનાથ ભગવાનની મૂર્તિની નીચે ખંડિત નેધ છે. જી - गाईदेन भार्या जायलदेप्रमुखकुटुंबयुतेन श्रेयार्थ...सूरिभि.