________________
શતાબ્દી વર્ષની તથા પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર દેહવિલય શતાબ્દીની સમગ્ર વર્ષ દરમ્યાન વિશ્વવ્યાપકપણે ઉજવણી થઈ અને અનેક ભવ્ય આત્માઓને આત્મધર્મનો પરિચય થયો. - પૂ. બાપુજી થકી પ્રદીપ્ત થયેલો જનકલ્યાણનો ભાવ, નિષ્કામ કર્મયોગી પૂ. ભાઈશ્રીમાં પ્રચંડ રીતે ઝળહળી રહ્યો છે. પૂ. બાપુજીના સમયમાં ઝરણા સ્વરૂપે વહેતું લોક કલ્યાણનું કાર્ય આજે વિશાળ નદીનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. રોગચાળો ને બિમારીથી પીડાતા સાયલા તથા આજુબાજુના ગ્રામજનોને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે, સાયલા પાંજરાપોળે ફાળવેલી જગ્યામાં ૪000 ચો. ફૂટનું દવાખાનું તથા હોસ્પિટલનું નવનિર્માણ થયું છે.
સ્ત્રી કેળવણી માટે કંઈ કરવું, પૂ. બાપુજીના તે ઉત્તમ સંકલ્પને સાકાર કરવા પરમ પૂજ્ય ભાઈશ્રીએ બાપુજીના નામે “પૂ. લાડકચંદ માણેકચંદ વોરા ગર્લ્સ હાઈસ્કૂલ” ધોરણ ૮ થી ૧૨ સુધીની કન્યાશાળાની સ્થાપના કરી.
૨૬મી જાન્યુઆરી ૨૦00ના વિનાશકારી ભૂકંપે અનેકને બેઘર કર્યા, જાનહાનિ થઈ અને ભારતની ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂમિ પર દુઃખ આળોટવા માંડ્યું. સાયલાની બાજુનું નિનામા ગામ, હતું ન હતું થઈ સમગ્ર જમીનદોસ્ત બન્યું. પ્રકૃતિના પ્રકોપને પડકાર ગણી હિંમતથી ઝીલી લેવો એમ કરુણાસાગર પૂ. ભાઈશ્રીએ સંકલ્પ કર્યો. મુમુક્ષુવર્ગને હાકલ આપી અને ભગીરથ કાર્યો શરૂ થયાં. (૧) ૨૫ લાખના ખર્ચે ૧૩૦૦ મકાનો ચોમાસા પહેલાં જ મરામત કરી આપ્યાં. (૨) જમીનદોસ્ત બનેલ નિનામા ગામની બાજુમાં ઉત્તમ ગુણવત્તા ધરાવતા ૩૩૫ આવાસો તથા સંપૂર્ણ જરૂરિયાત સાથે સુંદર ગામ ઊભું કર્યું અને તેનું નામ “લાડકપુર” આપવામાં આવ્યું.
બ્લાઈન્ડ પીપલ્સ એસોસીએશનના સથવારે, અપંગ વિકલાંગ તથા મંદબુદ્ધિજીવો માટે આશ્રમના સંકુલમાં જ પ્રગતિશીલ શાળા ચાલુ છે. તે જગ્યા નાની પડતી હોવાથી તેનું વિસ્તરણ કરવાનું નક્કી કરેલ છે. તે માટે આશ્રમની નજીક નવી જમીન ખરીદવામાં આવેલ છે અને તે ઉપર વિકલાંગ સેન્ટરની જરૂરિયાત મુજબ મોટું મકાન બનાવવાનું આયોજન કરેલ છે. “આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ” ના નામે આ પ્રવૃત્તિ ચાલી રહેલ છે.
ભૂકંપગ્રસ્ત ૪૩ શાળાઓ, ૧૬૦ ઓરડાઓનું નવનિર્માણ કરી લોકાર્પિત કરી ને તેનું શિક્ષણ ધોરણ ઊંચું આવે તે અર્થે પૂ. બાપુજીના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે બાલવિકાસ યોજના (પ્રેમની પરબ)નો મંગળ આરંભ તા. ૨૯ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ શ્યો.
સાયલા તથા આજુબાજુના પછાત વિસ્તારના લોકો માટે આ આશ્રમ આશીર્વાદરૂપ બની ગયો છે.
આ યોગાશ્રમ એટલે આધ્યાત્મિક જીવનમાં પ્રવેશવાનું અનોખું સદ્ભાગ્ય, જ્યાં આત્મજ્ઞાની ગુરુનું અનન્ય શરણ, સાંનિધ્ય અને તેઓના સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ મનુષ્યજીવન સફળ થાય છે.
પ્રકાશન સમિતિ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ
સોભાગપરા, સાયેલા
શિક્ષામૃત ૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org