________________
શ્રી રાજસોભાગ આશ્રમ – સાયલા
સંક્ષિપ્ત પરિચય)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આદર્શ, અર્વાચીનકાળના યુગપ્રધાન પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર એક ગૃહસ્થ મહાત્મા હતા. સમર્થ આત્મજ્ઞાની, પરમજ્ઞાન-નિધાન શ્રીમજીનું અધ્યાત્મજીવન અને તેઓનો બોધ જગતના જીવો માટે કલ્યાણરૂપ બન્યો છે. પોતાના હૃદયસખા, ભગતના ગામ સાયલા સુસ્થિત શ્રી સોભાગભાઈ ઉપર લખેલા પત્રોમાં તેઓએ પોતાનો અંતરંગ પુરુષાર્થ, બાહ્ય ઉપાધિઓ મળે કળવાતો સમાધિભાવ, પોતાનો ક્રમિક આત્મવિકાસ અને આત્મદર્શનનો આનંદ અનુભવ આલેખ્યો છે. તેમણે વીતરાગ ભગવાન મહાવીરે પ્રરૂપેલા સનાતન મૂળ આત્મધર્મને ઉદ્ધાંધ્યો છે. શ્રીમજીને સોભાગભાઈ માટે ઉત્કૃષ્ટ પૂજ્યભાવ હતો, તેમજ શ્રી સોભાગભાઈના રોમેરોમ અને પ્રદેશ-પ્રદેશ શ્રીમદ્જીના સત્સમાગમ માટે આતુર રહેતા, શ્રીમદ્જીનું અનન્ય શરણ પામતા શ્રી સોભાગભાઈને પોતાના અંતિમ દિવસોમાં આત્મસાક્ષાત્કાર થયો હતો.
શ્રી સોભાગભાઈના નિમિત્તે જ્ઞાનદિવાકર શ્રીમદ્જીએ જગતને અધ્યાત્મની, પરમાર્થની લહાણી કરી, સોભાગભાઈની કેડીએ અધ્યાત્મના શિખરસમા, પરમ ઉદાસીન શ્રીમદ્જીના આત્મઅમિરાતને પામવાને મુમુક્ષુઓ પુરુષાર્થ બને એ હેતુએ સાયલાના સંત શ્રી લાડકચંદ માણેકચંદ વોરા (પૂ. બાપુજી) એ સાયલામાં જ આશ્રમ સ્થાપવાની ભાવના પ્રગટ કરી, તેથી શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સંચાલિત આ યોગાશ્રમની ૩૧ ડિસેમ્બર ૧૯૭૬ની સાલમાં મંગળ શરૂઆત થઈ.
વીતરાગ ભગવાન મહાવીરે પ્રબોધેલા અને પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રરૂપેલા મૂળ સનાતન આત્મધર્મનું આરાધન પ્રત્યક્ષ સત્પુરુષના સાંનિધ્યમાં જિજ્ઞાસુ મુમુક્ષુ આત્માઓ કરી શકે એ જ આ સંસ્થાનું મુખ્ય લક્ષ ને ધ્યેય છે. આ સંસ્થાના મૂળાધાર અને પ્રણેતા અધ્યાત્મનિષ્ઠ પૂ. ગુરુદેવ પ. પૂ. શ્રી લાડકચંદ માણેકચંદ વોરા (પૂ. બાપુજી)એ જ્ઞાન અને ભક્તિમાર્ગનો સુંદર સમન્વય સાધીને, ઉત્તમ આત્મલક્ષી મોક્ષપુરુષાર્થમાં મુમુક્ષુ આત્માઓને સ્થિર કર્યા. પૂ. બાપુજીનું વિશ્વ વાત્સલ્ય, અંતરંગ ચારિત્ર, વિશાળ અને માધ્યસ્થ ધર્મભાવના તથા તેવા અગણિત ગુણોએ સાધક મુમુક્ષુ આત્માઓને સંસ્કારિત કર્યા. " આશ્રમના પરિસરમાં દાખલ થતાં જ અપૂર્વ શાંતિનો અનુભવ થાય. બ્રાહ્ય જગત વિસ્મૃત થાય, પવિત્ર વાતાવરણમાં દેહનું આરોગ્ય વધે અને આત્મા નિર્દોષ ભાવો ભજતો થાય. આશ્રમમાં મુખ્યત્વે આત્મલક્ષી પ્રવૃત્તિઓ ચાલે છે. જે જીવને આત્મસાધનાનાં શિખર સર કરવા હોય તેને માટે નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આવેલ આ આશ્રમ દિવ્યધામ સમાન છે. ભગવાન મહાવીરે પ્રરુપેલા મૂળમાર્ગની ઓળખ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃતો દ્વારા અહીં અપાય છે. વિશાળ દૃષ્ટિ અને માધ્યસ્થવૃત્તિ ધરાવતા પૂ. બાપુજી અનુભવી સંતોની પ્રેરકવાણીના હિમાયતી હતા. પૂ. બાપુજીએ અન્ય મહાત્માઓએ રચેલા અધ્યાત્મ ગ્રંથોને, સ્તવનોને, પદોને બહુમાનપૂર્વક આશ્રમમાં થતા સ્વાધ્યાય અને ભક્તિમાં સ્થાન આપ્યું છે. “સો સંતોનો એક સુર' આશ્રમના દેવવિમાન સમા કલ્યાણ હોલમાં
શિક્ષામૃત ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org