________________
ગૂંજી ઊઠ્યો. પ્રત્યક્ષ ગુરુના અનુભવસ્વરે પૂર્વે થયેલા યોગીઓના સત્યાત્મક બોધનું વિશ્લેષણથી દિવ્ય વાતાવરણ સર્જાયું છે. સહજતાએ સુરતાને સાધી પ્રભુમય એકલક્ષ થઈ સાધકો તન્મય બને છે.
સુરેન્દ્રનગરથી ૩૧ કિ.મી., રાજકોટથી ૮૫ કિ.મી. અને અમદાવાદથી ૧૩૫ કિ.મી. પર આવેલા સાયલાના આશ્રમમાં સાધકને જોઈતી રહેવાની તથા ભોજનની સાનુકૂળ વ્યવસ્થા ગોઠવાયેલી છે. તઉપરાંત તીર્થંકર પરમાત્માનું જિનાલય, ધ્યાનખંડ. વાંચનાલય, સૌભાગ્ય સ્મૃતિઘર, પૂ. બાપુજીનું ગુરુમંદિર તથા સમાધિસ્થળ અને મુખ્ય સ્વાધ્યાયમંડ સાધકને અલૌકિક પ્રતીતિ કરાવે તેવા છે. અહીં દેશ-વિદેશના લોકો આત્મસંશોધન અર્થે આવે છે. એક ધ્યેયને સાધવા માટે અલગ-અલગ સ્થળેથી આવેલા સાધકો શ્રી સદ્ગુરુના સાંનિધ્યમાં એક મોટો અધ્યાત્મ પરિવાર બન્યો છે. •
પરમ કૃપાળુ શ્રીમદ્જીનું બોધવચન છે : “વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.” પૂ. બાપુજી માનતા કે દુઃખી મનુષ્યની સેવામાં રહીશું તો આપણો ત્યાગભાવ ને વૈરાગ્યભાવ હમેશાં ટકી રહેશે. સંવેદનશીલ, ઉર્મિપ્રધાન, કોમળહૃદયી પૂ. બાપુજી જ્યારે દુઃખી દરિદ્ર અને અશિક્ષિત સમાજને જોતા ત્યારે તેઓનું હૈયું કરુણાથી ઉભરાઈ આવતું. દેશ-પરદેશથી આવેલા સુખી મુમુક્ષુઓને પ્રેરતા અને સુમાર્ગે તેઓની સંપત્તિનો ઉપયોગ કરાવતા. માત્ર નાણું આપી છૂટી જવું એમ નહીં, પણ ચોકસાઈપૂર્વક, હરેક કાર્ય મુમુક્ષુઓની સ્વયં દેખરેખ નીચે થતું.
આમ ત્યાગ ને વૈરાગ્યથી પ્રેરિત સાધક મુમુક્ષુવર્ગ આશ્રમમાં રહી આંતરવિશુદ્ધિની સાથોસાથ બાહ્યમાં નિષ્કામ કર્મયોગ સાધવા લાગ્યો. પરિણામે જનહિતની અનેક પ્રવૃત્તિઓ આરંભિત થઈ. જે નીચે મુજબ છે :
૧. ઉનાળામાં છાશ કેન્દ્રો. ૨. શિયાળામાં ગરમ કપડાં ને ધાબળા. ૩. નિરાધાર તથા વૃદ્ધજનોને અનાજ વિતરણ. ૪. વીરનગર સ્થિત શિવાનંદ મિશનની સહાયથી નેત્ર ચિકિત્સા તથા નેત્રયજ્ઞનું આયોજન. ૫. વિકલાંગ તથા અપંગોને જરૂરિયાતના સાધનો પૂરાં પાડવાં. ૬. બહેનો માટે સિવણ તથા ભરતગૂંથણીની તાલીમ આપતા વર્ગો. ૭. દુષ્કાળ દરમ્યાન નિરણ કેન્દ્ર (Cattle Camps)ને સહાય કરવી.
જ્ઞાનવૃદ્ધ પૂ. બાપુજી હવે વયોવૃદ્ધ પણ હતા. પોતે પોતાની હાજરીમાં જ પોતાના ગુરુપદનો ત્યાગ કર્યો. પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતા સમાન યોગનિષ્ઠ, સ્થિરચિત્ત, આત્મલીન એવા ભાઈશ્રી નલિનભાઈ કોઠારી તથા ગુરમૈયા શ્રી સદગુણાબેન સી. યુ. શાહને સત્યવારસો આપીને આશ્રમ તથા મુમુક્ષુઓના ભાવિ માટે નિશ્ચિત થઈ ગયા.
શાંત, સૌમ્ય, આગવી સૂઝ ધરાવનાર, દૂરંદેશી, અજબ વ્યવસ્થાશક્તિ, હૃદયમાં અપાર વાત્સલ્ય, એવા પૂજ્ય ભાઈશ્રીએ પોતાનું સમગ્ર યોગક્ષેમ આશ્રમને સમર્પિત કર્યું. પૂ. બાપુજીને અનુસરતો વાત્સલ્યભાવ અને અધ્યાત્મનું પોષણ સર્વ મુમુક્ષુને મળવા લાગ્યું. શાંત, ધીર, ગંભીર, સદાયે ચહેરા પર વેરાયેલું સ્મિત તથા આત્મપ્રસન્ન પૂ. ભાઈશ્રીએ પૂ. બાપુજીના મનના ઉત્તમ ભાવોને અને ઇષ્ટ ઇચ્છાઓને એક પછી એક પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. પારમાર્થિક અપેક્ષાએ, શ્રી સોભાગ દેહવિલય
શિક્ષામૃત છે ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org