Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વાસનાની જાળમાં ફસાઈ જાય છે. તેઓને બચાવનાર હે વીતરાગ પરમાત્મા ! તમારા વિના બીજું કોઈ જ નથી.
મૃત્યુને સાક્ષાત્ નજરોનજર દેખતું હરણ જેમ તરફડીયા મારે છે, અહીં તહીં અશ્રુભીની આંખે જોયા કરે છે, જોનારાને દયા ઉપજે તેવી રીતે બચાવો, બચાવોની પોતાની ભાષાથી બૂમ મારતું હોય છે. તેવી જ રીતે સૂત્રવિરુધ્ધ અને કપોલકલ્પિત કલ્પનાવાળી પ્રરૂપણા કરવાવાળા તથા બાહ્ય-આડંબરાશિવાળા કુગુરુઓની વાસનાની જાળમાં ફસાયેલા આ ભદ્રિક આત્માર્થી જીવો પણ સૂત્રવિરુદ્ધ આચરણા આચરવા દ્વારા અનંત જન્મમરણની પ્રાપ્તિ રૂપ ભાવમરણને સાક્ષાત્ નજરોનજર દેખતાં છતા, હૃદયથી ઉદ્વેગ પામતા, અશ્રુભીની આંખે અમને સાચો માર્ગ બતાવવા રૂપે અને સાચે માર્ગે લઈ જવા રૂપે કોઈક “બચાવો બચાવો”ની બૂમરાણ કરતા
જ્યાં ત્યાં ફરે છે. ટળવળે છે. ફાંફા મારે છે. પોતે ફસાઈ ગયા છે. તેવું જાણીને અત્યન્ત દુ:ખ ધરે છે. બચાવનારા સાચા સદ્ગુરુની અપેક્ષા હૃદયમાં રાખી અશ્રુભીની નજરે બચવા માટે ચારે તરફ ડોકીયાં કરે છે.
હે પરમાત્મા ! આવા જીવોને તમારા વિના બીજા કોઈનું પણ શરણ નથી. તમારૂં જ શરણ તેઓને બચાવી શકે છે. તેથી કંઈક કૃપા કરો, અને ભરતક્ષેત્રના માનવીઓની પરિસ્થિતિની વાર્તા બરાબર ધ્યાન આપીને સાંભળો. અમારી આ વિનંતિ હૃદયમાં અવધારો. ૧-૨
આત્મકલ્યાણની પ્રાપ્તિની મહેચ્છાવાળા અને તે કારણે ગરજવાન એવા આ ભદ્રિક જીવો પાસે કુગુરુઓ ક્વાં કેવાં (સ્વાર્થ ભરેલાં) કામો કરાવે છે. તે સંબંધી હૃદય-વ્યથા ગ્રંથકાર ઉપાધ્યાય મહારાજશ્રી પ્રભુ પાસે ઠાલવે છે –
જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે ! લુંટીઆ તેણે જન દેખતાં, કહાં કરે લોક પોકાર રે !
સ્વામી ! સીમંધરા વિનતિ. / ૧-૩ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org