________________
સાધક-સાથી
આગલા દિવસના ચણા લાવવા માટે રાખ્યો હતો. વણજીએ વિચાર્યું : “હવે શું કરવું ? દાન તો કરવું જ હતું. માટે “જે નસીબમાં હશે તે મળી રહેશે” એમ વિચારી એક આનો આપી દીધો. મુનીમને લેતાં સંકોચ થયો અને શેઠે પણ થોડું સ્મિત દર્શાવ્યું. પણ મારો અંતરંગ ભાવ દૃઢ હતો તેથી આ એક આનાના દાનથી પણ મારા આત્મામાં પ્રસન્નતા હતી અને ધર્મભાવમાં તે દાન વડે કરીને મને જે દૃઢતા થઈ તે હજુ પણ બરાબર યાદ છે.”
આ એક આનાનું દાન કે પોતાની સમસ્ત રોકડ મિલકતનું ઘન ? વાચકવર્ગ વિચારે અને પોતાની દાનશીલતાનું યથાર્થ મૂલ્યાંકન કરે.
| [૨] ઈશ્વરચંદ્ર વિદ્યારાગર બંગાળના એક મહાન પ્રતિભાશાળી પુરુષ થઈ ગયા.
એક દિવસ તેઓ કલકત્તાના એક રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર એક ઉદાસ માણસ પર પડી. તેઓએ તેની પાસે જઈને પૂછયું કે તે શા માટે આટલો બધો ઉદાસ હતો. વિદ્યાસાગરજીના દીદાર જોઈને પેલા ભાઈએ કહ્યું, “ભાઈ, જવા દો એ વાત. તમે મને મારા કામમાં મદદ કરી શકશો નહીં. એ વાત બહુ મોટી છે.”
પણ એમ જવા દે તે બીજા. વિદ્યાસાગરે તો ત્યાં અડ્ડો જમાવ્યો. આખરે પેલા માણસે કહ્યું કે પોતાની પુત્રીના લગ્ન માટે તેણે કરજ કર્યું હતું. તે કરજ ચૂકવી શકવાની તાકાત ન હોવાથી તેના ઉપર કેસ થયો હતો. વિદ્યાસાગરજીએ તે કેસનો નંબર અને કોર્ટનું સરનામું લઈ લીધાં.
આખરે કેસનો દિવસ આવી પહોંચ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેના કરજ પેટે નીકળતી રકમ કોઈએ ભરપાઈ કરી દીધી છે અને તેથી તે કેસ હવે પતી ગયો છે.
આ માણસને શી ખબર કે વિદ્યાસાગરજીએ જ તેના પૈસા ચૂકવી દીધા હતા !
કેવું ગુપ્તદાન ! લેનારને જ ખબર નહીં કે દાન કોણે આપ્યું અને શા માટે આપ્યું ? માત્ર સ્વ-પરના સાચા કલ્યાણથી જ્યાં કોઈ પણ પ્રકારના બદલાની આશા વિના દાન અપાય છે તે જ દાનની પરાકાષ્ઠા.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org