________________
૧૨
સાધક-સાથી
હોય. આમ મનથી, વચનથી અને કાયાથી કોઈને પણ કોઈ પ્રકારનું દુઃખ ન દેવાય તેવો આત્મજાગૃતિપૂર્વક પ્રયત્ન કરવામાં આવે ત્યારે અભયદાનની સિદ્ધિ થાય છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં આવું અભયદાન સંપૂર્ણપણે આપવાની શક્તિ સર્વસંગત્યાગી મહાપુરુષોમાં છે, છતાં આપણે સૌએ એમાં યથાશક્તિ પ્રવર્તી આત્મશ્રેય સાધવું યોગ્ય જ છે. (૪) જ્ઞાનદાન
જે દાન વડે કરીને જગતના જીવોના જન્મ-મરણનો કાયમ માટે નાશ થઈ તેમને શાશ્વત આનંદની પ્રાપ્તિ થઈ શકે તે દાનને જ્ઞાનદાન કહીએ. જો કે સામાન્યપણે આવું દાન શાસ્ત્રજ્ઞ વિદ્વાનો કે જ્ઞાનાભ્યાસી સગૃહસ્થો કરી શકે છે, તો પણ મુખ્યપણે આ કક્ષાનું જ્ઞાનદાન કરવાની યોગ્યતા સમ્યગુજ્ઞાનના ભંડારસ્વરૂપ, પરમ પ્રજ્ઞાવાન, શાસ્ત્રપારંગત શ્રી આચાર્ય મહારાજ અથવા મુનીશ્વરોમાં છે.
" આ દાનમાં દાતા પુરુષો ભવ્ય જીવોને તેમના કલ્યાણ અર્થે સર્વતોમુખી અને સૂક્ષ્મ એવા તત્ત્વવિજ્ઞાનનું દાન કરે છે. આ દાન ઉપદેશ-પ્રવચન, ધર્મચર્ચા વગેરેના માધ્યમ દ્વારા આપવામાં આવે છે.
આ દાન વડે કરીને દાતાર અને દાન લેનાર બન્નેના આત્માઓને ઉત્તમ લાભ અને પ્રાંતે પરમપદની પ્રાપ્તિ થાય છે.
દાનનો મહિમા (૧) ભારતીય સમાજમાં ત્રણ પંક્તિના પુરુષોનું સ્થાન ઉત્તમ છે ? ભક્ત, દાતા અને શૂરને જન્મ આપવા માટે માતાને પ્રેરણા કરતી નીચેની લોકોક્તિ સમસ્ત ગુજરાતમાં પ્રસિદ્ધ છે :
“જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર,
નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.” મહારાજા શ્રેયાંસ, મહારાજા કર્ણ, શિબિ રાજા, સમ્રાટ હર્ષવર્ધન, રાજા ભોજ, ભામાશા, જગડુશા વગેરે અનેક પ્રસિદ્ધ દાનવીર પુરુષોએ ઉત્તમ રીતે દાનધર્મમાં પ્રવૃત્તિ કરીને આપણને પણ દાનધર્મમાં પ્રવર્તન કરવા માટે પ્રેરણા કરી છે.
(૨) ધનની ત્રણ ગતિ છેઃ ન્યાયપૂર્વકનો વપરાશ, ઉદારતાપૂર્વકનું દાન અને પુણ્યક્ષય થતાં નાશ.આ જાણી વિવેકી પુરુષો અવશ્ય દાનમાં પ્રવૃત્ત થાય છે.
ભક્ત,
ભારતીય સમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org