________________
દાન
૧૩
(૩) દાન તે ગૃહસ્થધર્મનો મૂળ પાયો છે. જ્યાં દાન નથી ત્યાં ભારતીય પદ્ધતિ પ્રમાણેનો સાચો ગૃહસ્થાશ્રમ કહી શકાતો નથી.
(૪) આ જીવનમાં શાંતિ અને સંતોષને વધારનાર જગતમાં સર્વત્ર સુયશને ફેલાવનાર, અન્ય જીવોને સુખ-સગવડ દેનાર, પરલોકમાં ઉત્તમ ગતિએ પહોંચાડનાર અને અંતે મોક્ષ રૂપી શાશ્વત પદને દેનાર આ દાનધર્મ છે. વિવેકી પુરુષો તેનો સરળ હૃદયથી સહજપણે સ્વીકાર કરે છે.
(૫) ઉત્તમ ગૃહસ્થ પોતાની ચોખ્ખી આવકના ૨૫ ટકા, મધ્યસ્થ ગૃહસ્થ ૧૦ ટકા અને જઘન્ય ગૃહસ્થ ૬ ટકા દાનકાર્યોમાં વાપરે છે. આટલી કડક દાનચય પ્રાચીન આચાર્યોએ સ્વીકારી છે.
(૬) સશક્ત શરીરનું સફળપણું તપ અને ભજનથી, શ્રીમંતાઈનું સફળપણું દાનથી અને સત્તા તથા બુદ્ધિનું સફળપણું પરોપકારથી છે તેમ જાણો.
| (૭) માગ્યા વિના જ જે દાન કરે તે સર્વશ્રેષ્ઠ દાની જાણવો.
| (૮) દાન સમાન કોઈ મોટો ભંડાર નથી, લોભ સમાન કોઈ દુશમન નથી, શીલ (ચારિત્ર) જેવું કોઈ આભૂષણ નથી અને સંતોષ જેવું કોઈ ધન નથી.
(૯) ઉત્તમ પુરુષોની સંપત્તિનું પ્રયોજન અન્ય જીવોની વિપત્તિનો નાશ કરવો તે છે અને તે કાર્ય કરવાને લીધે જ તેનું લક્ષ્મી’ એવું નામ પડ્યું છે.
દાનનાં જીવંત દૃષ્ટાંત
લગભગ ઈ.સ. ૧૯૦૦ની વાત. પૂજ્ય ગણેશપ્રસાદ વર્ણજી બુંદેલખંડના એક મહાન સંત થઈ ગયા. તેઓ પદયાત્રા દ્વારા તીર્થાટન કરતા કરતા નાસિક પાસે ગજપંથા નામના તીર્થમાં આવી પહોંચ્યા.
ધર્મશાળામાં તેઓને એક શેઠનો ભેટો થઈ ગયો. શેઠ ભદ્રિક અને દયાળુ હતા. આ બ્રહ્મચારીને જોઈને તેમણે કહ્યું : “મહારાજ ! આપણે સાથે જ પર્વત પર ચડીશું અને ભોજન પણ સાથે જ કરીશું.” ત્રણ મહિનાની પદયાત્રાથી થાકેલા વર્ણીજીએ એ બાબતમાં સંમતિ આપી. પર્વત પર દર્શનપૂજન કરી નીચે આવી ભોજન લઈને તળેટીના મંદિરમાં દર્શન કરવા ગયા. શેઠે તો પાંચ રૂપિયા લખાવ્યા. વણજી પાસે એક આનો હતો પણ તે તો
૧. તે જમાનામાં દસ આનાના એક મણ ઘઉં અને એક રૂપિયાનું આઠ કિલો તેલ મળતાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org