________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧
પુત્ર-પુત્રીઓને વારે વારે કહેતા કે નિજ પરમાત્મા સ્વરૂપ આત્મા જે પોતાની ચીજ છે; જે પોતે જ છે; જે પુર્ણરૂપે છે તે જ જાણવા- શ્રદ્ધવા અને અનુભવવાલાયક છે. આમ ભાર દઇને આપ કહેતા હતા.
આત્મિક આનંદને અનુભવવા આપને ઘણી તાલાવેલી રહ્યા કરતી હતી, આત્માની વાત સિવાય બીજી કોઈ વાતમાં જરાપણ રસ લાગતો નહીં. છેલ્લે છેલ્લે આપને પુ, ભગવતી માતાના દર્શન- વાણીનો પુ. શ્રી લાલચંદભાઈની પ્રત્યક્ષ વાણીનો લાભ લેવાનો ભાવ રહ્યા કરતો હતો, ટેલીફોન દ્વારા પુ. લાલચંદભાઈ સાથે તત્ત્વની વાત પુછીને ભેદજ્ઞાનના અમર મંત્રો પુ. ભાઈએ સંભળાવ્યા હતા. જે ટેપમાં ઉતારી લેતા અને દરરોજ સ્વાધ્યાય કરતા હતા.
દેહાન્ત પહેલાં જ્ઞાયક... જ્ઞાયક.... જ્ઞાયકનું ઘોલન ચાલુ રાખેલ હતું, જ્ઞાનમૂર્તિ છું આનંદમૂર્તિ છું; સહજ શુદ્ધાત્મસ્વરૂપ છું જ્ઞાનસ્વભાવી ભગવાન છું હું પરમાત્મા છું - આમ સ્વભાવની મુખ્યતાપુર્વક ઘોલન છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહ્યું હતું. આ રીતે આપ યથાયોગ્ય પુરુષાર્થ સાચી રીતે કરતા રહ્યા અને અમો સૌને માર્ગ ચીંધતા રહ્યા, જેથી આપના ઉચ્ચ આદર્શમય ઉજ્જવળ જીવનનું સ્મરણ ભૂલાતું નથી.
વીતરાગી દેવ-ગુરુ-ધર્મના શરણપૂર્વક આપનું ભાવિ જીવન સંસ્કારની સંધિપૂર્વક સમ્યગ્દર્શનાદિરૂપ પરિણમી અતિ ઉજ્જવળતાને – પુર્ણતાને શીધ્ર પામો એવી હાર્દિક ભાવના અમો ભાવીએ છીએ સાથે સાથે અમો બધા આપના કુટુંબીજનો આપને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ.
લી. આપનો પરિવાર પ્રેમચંદભાઈ (પતિ) જ્યોતિ (પુત્રી) રમણિભાઈ (જમાઇ) મીતેશ રાજેષ (પુત્ર) મીના (પુત્રી) પ્રવિણ (જમાઇરીતેશ-રીકી અજય (પુત્ર) જકસા (પુત્રી)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com