________________
વિચારોને સંચાર કરે છે. વિષાદ અને ગ્લાની મટાડે છે. ક્રિયામાં અશક્ત અથવા વ્યવસાયી જીવનના કામ વગરના અવકાશને અંગે રહેલી બેચેનીને તે ખસેડે છે. કાંઈ નહીં તે થોડા વખતને માટે પણ મનુષ્યની ફીકર ચિંતાનો નાશ કરે છે. આ વાંચનના શેખનું વિવેક પૂર્વક પોષણ કરવામાં આવે તે ચારિત્ર કેળવવાનું વિચારને ઉમદા અને વ્યવસ્થિત બનાવવાનું તે અત્યંત બળવાન સાધન થઈ શકે છે. વાંચનને શેખ બીજી જાતના આનંદને પણ પુષ્ટી આપે છે. જ્ઞાનની મર્યાદા વિસ્તૃત થાય છે. સહાનુભાવની તથા ગુણની કદર કરવાની વૃત્તિ તેથી બળવાન થાય છે. સેબત, પ્રવાસ, કળા, કૌશલ્ય ઈત્યાદિ મારફતે મળતા આનંદમાં અને સંસાર રૂપી નાટય ભૂમી ઉપર બનતા અનેક બનાવમાં હિત ધરાવતા શીખવાના ગુણેમાં બેસુમાર સુધારે વાંચનથી થાય છે. બચપણથી વાંચન ઉપર રૂચી થવી તે બાળ શિક્ષણનું ઉમદા ફળ છે. પણ જે વાંચનના શોખની સાથે જ્ઞાન સંપાદન કરવાનો શોખ ઉત્પન્ન થાય, તેમજ ખાસ એક વિષય ઉપર ચિત્તની એકાગ્રતા કરવાની ટેવ પડે, તથા અવલોકન કરવાની શકિત આવે, તે
તે ઘણેજ ફાયદો થાય. ૬૧ ઘણુ વખત એક જાતને શોખ બીજી જાતના આનંદને