________________
૧૬૨
૭૫ આપણે આઘાતને પ્રત્યાઘાત કરીએ ત્યારે જ નિંદા
ટીકા-કે દુષ્ટ વિચારે હાનીકારક આપણને થાય છે. જે તેના ઉપર લક્ષ ન આપીએ અને સાત્ત્વિક વૃત્તિથી
તે તરફ જોઈએ તે તે બીલકુલ હાનીકર્તા થતા નથી. ૭૨ દુષ્ટ વિચાર તરફ અલક્ષ રહીએ. તટસ્થ કે ઉપેક્ષા
વાળા રહીએ તે તેવા વિચારે તેના પિદા કરનાર
તરફ જ પાછા વળે છે. ૭૭ અલક્ષ રહેવું એટલે આપણે આપણી દિવ્યતાનું ભાન
રાખીએ, મધ્યબિન્દુથી ખસીએ નહિં, સાત્વિક વૃત્તિ રાખીએ, સત્યને સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરીએ તે
છે. તેવી સ્થિતિવાળાને કાંઈ હાની થતી નથી. ૭૮ જેવા થવું છેય તેવું સામું આલંબન રાખે. ૭૯ જેના માલીક તમે છે તેના બંધનમાં પણ તમે છે. ૮૦ સુખ દુઃખનું કારણ અહંવૃત્તિ છે. ૮૧ વિચાર મનને સુધારવાનું કારણ છે. ૮૨ જગતનું મૂળ સંક૯પ છે. ૮૩ નિઃસંક૯૫ જ્ઞાનનું મૂળ છે. ૮૪ દેહાભિમાન સંસારનું બીજ છે. ૮૫ રાગદ્વેષ અધર્મનું બીજ છે. ૮૬ સમભાવ સત્યજ્ઞાનનું બીજ છે. ૮૭ સદ્દવિચાર જ્ઞાનનું બીજ છે. ૮૮ મમત્વ જગત્નું બીજ છે. ૮૯ સર્વ ઇચ્છાઓને ત્યાગ કરવો તે મોક્ષનું બીજ છે.