________________
૧૭૧
૮૯ પ્રથમ ગુણ ઓળખ વિરૂધ્ધ જણાય તે મૌન
રહેવું તેથી તેને ગુણ બદલાવવાની ફરજ પડશે. તેનામાં
નમ્રતા આવતાં ગુણ બદલાય છે એમ સમજવું. ૦ પ્રતિકુળ સંગે આવી પડતાં તેને દૂર કરવાને વિચાર ન કરતાં, અનુકુળ કેમ થવું તે વિચાર કરી તેમ વર્તન કરવું. તેનાથી દૂર રહેવાને જેટલે પ્રયત્ન
કરશે તેટલે ખેદ કે દુઃખ થશે. ૯૧ જેવા છે તેવા દેખાઓ, અધિકારથી જેટલા આગળ
જશે તેટલા પાછળ હઠવું પડશે. ૯૨ કુદરત પોતાનું કામ તેવી લાયકાતવાળા પાસે કરાવે
છે. તમે શાંત રહેશે તે તે કામ અટકવાનું નથી. ૯૩ અભિમાની મનુષ્ય કાંઈ કરી શકતું નથી. શુધ
સ્વરૂપમાં મન લય થયા પછીજ અનેક શકિતઓ
પ્રગટ થાય છે. ૯૪ સ્વાર્થ બુધિથી જેટલું કરાય છે તેટલું દુઃખ રૂપ
થાય છે. ૯૫ જ્ઞાનીજ નિષ્કામ કર્મ કરી શકે છે તે સિવાય કોઈને
કેઈ અંતરમાં 6 આશા પ્રજવલિત હોય છેજ. ૯૬ કાર્ય કરે પણ આત્મ કલાઘા ન કરે. ૯૭ દૃષ્ટા રહી વૃત્તિ તપાસતા રહેવું. મલીનવૃત્તિ કે
મલિનવૃત્તિવાળાથી સાવચેત રહેવું. ૯૮ પિતાનું અજ્ઞાન કબુલ કરે તેવાને જ્ઞાન કે શિક્ષા
આપવી. જેને લેવું નથી, જે પિતાને જ્ઞાની માને છે