________________
૧૭૬
જનાર, જાણનાર છું. તથા મનમાં ઉઠતા વિચારે તેને પણ હું જેનાર છું. સર્વને દષ્ટા હું છું, દષ્ટા તે દૃષ્ટાજ છે અને દશ્ય તે દશ્યક છે. આ વિચારણાથી
રાગ દ્વેષ અટકાવી, સ્વરૂપમાં જાગૃત રહેવું. ૧૯ મનથી જે ભૂત ભવિષ્યના વિષયોના ચિંતનરૂપ અનુ
સંધાન મૂકી દઈ વર્તમાનકાળના વિષયેમાં પણ આશકિત રહિત પણે રહેવાને અભ્યાસ રાખવામાં આવે તે ઘણા થોડા વખતમાં તે મન સ્વાધિન થઈ શકે. જ્યાં સુધી સંકલપની કલ્પનાઓ છે ત્યાં સુધી જ મનની વિભુતિઓ છે માટે સંક૯૫ની કલ્પનાઓનું અનુસંધાન મૂકી દેવું. આત્મા જ આત્માના અવલોકનમાં મુખ્ય કારણ છે. વાતચીત કરતાં, કાંઈ મૂકી દેતાં ગ્રહણ કરતાં, આખો ઉઘાડતાં, અને આંખ મીંચવા જેટલા ૩૫ વખત માટે પણ જેમાં કોઈ પણ પ્રકારની કલ્પના નથી એવા પિતાના અપરિચ્છિન્ન સ્વરૂપના અનુસંધાનમાં જ તત્પર રહે, તેમાં જ સ્થિર થાઓ. ૧ આ દેખાતી દુનિઆમાંથી આપણે ગ્રહણ કરવા યોગ્ય
માનીએ તેવી કોઈપણ વસ્તુ નથી. ગ્રહણ વિના ત્યાગ પણ ન સંભવે. સારા લાગતા પદાર્થો દેશકાળને લઈ પાછા તેજ વિરસ લાગે છે, એટલે નિંદા સ્તુતિને અવકાશ પણ નથી. રાગ દ્વષ સિવાય પ્રવૃત્તિ થવી જોઈએ. માંસ, હાડકાં, લાકડાં, માટી અને પત્થરથી