________________
૧૬૫
વિચાર રત્નમાળા. ૧ જે થાય છે તે યોગ્ય થાય છે. સુધરવા માટે થાય છે. ૨ સુખ અને દુઃખ દુનિયામાં અને સમાન છે. ૩ જીવોને જેટલી શાંતિ આપશે તેટલી તમને મળશે.
શાંતી જોઇતી હોય તે ઈચ્છા અને અભિમાન દૂર
કરો.
હંમેશાં ઉદ્દેશ સારે રાખે. કાળાંતરે તે સ્વભાવ રૂપ
થઈ શાંતિ આપશે. ૬ બીજાનું વન તમને બેટું લાગે તે તમારે ન કરવું. ૭ તમારૂં મુખ્ય નિશાન ન ચૂકાય તે ખાસ ધ્યાનમાં
રાખે. ૮ કઈ તરફ શત્રુ ભાવ રહેવો ન જોઈએ. ૯ વાવો તેવું લણે. કરે તેવું પામે. આપે તેવું
લ્ય. ૧૦ સારાં કર્મ સારાને વધારો કરે છે. ખરાબ કર્મ
ખરાબને વધારો કરે છે. ૧૧ ખરાબ વિચારોને બહાર કાઢે એટલે તે જગ્યા
સારા વિચારથી પુરાશે. ૧૨ સારા વિચારો કરે તેથી ખરાબ વિચાર કરવાને
વખત નહિં મળે. ૧૩ વિચાર કર્યા પછી જ બલવાની ટેવ પાડે. ૧૪ અન્યને તિરસ્કાર કરવા કરતાં દયા વડે તેને સુધારવા
પ્રયત્ન કરો.