________________
૧૬૪
સ્થાને સદ્દવિચાર કરવાથી અસદ્દવિચાર બંધ પડે છે. ૧૦૫ લેકએષણ, શાસ્ત્રએષણ, પુત્રએષણ, ધનએષણા,
સ્ત્રીએષણા ઈત્યાદિ એષણુઓ ખરા વિરાગની
પ્રતિબંધક છે. ૧૦૬ ઇચછા રહિત પ્રાપ્તાપ્રાપ્તમાં નિર્વાહ કરવો એ વીત
રાગનું ગૂઢ સ્વરૂપ છે. ૧૦૭ વૃત્તિઓનું વિસ્મરણ થવું. શુધ ઉપગે તદાકારે
પરિણમવું તેજ શુદ્ધ વૈરાગ્ય છે. ૧૦૮ શુધ સ્વરૂપાકારે વૃત્તિ કરી તે વૃત્તિનું પણ વિસ્મરણ
કરવું. પાણીમાં જેમ મીઠું ગળી જાય છે. તેમ મનનું આત્મામાં લીન થવું, એજ પરમ અનુભવ છે.