________________
નહિ. તેમ કરવાથી મિત્રતામાં હંમેશ માટે ફાટ
પડે છે. ૯૬ મૈત્રી અખંડ જાળવવાની ઇચ્છા રાખનારાએ મિત્રની
સાથે વાદવિવાદ, પૈસાને વ્યવહાર, અને તેની સ્ત્રીની
સાથે વાતચિત, એ ત્રણનો ત્યાગ કર. ૯૭ જેના સમાગમમાં આવ્યા હોઈએ તેની વૃત્તિ કે
શોખને અનુકુળ એવા વિષયજ ચર્ચાને માટે પસંદ કરવા જોઈએ. વાતમાં ને વાતમાં કેટલાક આડા અવળા સવાલ પુછીને સામાની વૃત્તિ અગર રૂચી શી છે તે જાણી લઈએ, તે દુનિયામાં એક પણ માણસ એ નહિં મળે, કે જેના સમાગમથી લાભ અગર
આનંદ ન પ્રાપ્ત થાય. ૯૮ સમાન આચાર વિચારવાળા મિત્ર સાથે વાર્તા
વિનોદ અને તેમના સમાગમમાં વખત ગાળવાથી થતે આનંદ અને સુખ અવર્ણનીય છે. સંપત્તિથી મળતે આનંદ પણ તેની આગળ તુચ્છ છે. . ૯ જેને સમાન દીલને સ્નેહ ન મળે, તેણે સૃષ્ટિ સૌદર્ય ઉપર પ્રીતિ રાખતાં શીખવું જોઈએ, જેને સૃષ્ટિ ઉપર પ્રેમ છે, તેને બીલકુલ એકલાપણું છેજ નહિં. સૃષ્ટિ સંદર્ય શાંત અને સ્વસ્થતાનું પિષક છે સૃષ્ટિની લીલા નિહાળવામાં જેનું મન મગ્ન રહે
છે, તેને આનંદને સુકાળ છે. ૧૦૦ એકાંતવાસ સુખકર કે દુઃખકર નિવડે તેને આધાર