________________
૧૨૯ આત્માજ જે સ્વરૂપમાં સ્થીર થઈ જે હીલચાલ કરશે તેથી આ જગતને હચમચાવી શકશે.
વિચાર રત્નમાલા. આપણે જે ક્ષમાની યાચના કરતાં તે મેળવવાની ઈચ્છા રાખીએ છીએ તે પછી આપણે બીજાને ક્ષમા આપવાને તત્પર રહેવું જોઈએ. સુખ દુઃખ આપવામાં મનુષ્યાદિ નિમિત્ત કારણ છે, ખરું કારણ પિતાનાં શુભાશુભ કર્મો છે સુખી થવા માટે તે કમેનેજ સુધારવાં જોઈએ. પ્રવૃત્તિ ભાવાનુસાર થાય છે, માટે ઉત્તમ પ્રકારની પારમાર્થિક ભાવનામય થવાનો અભ્યાસ અવશ્ય કરો. અજ્ઞાનીઓ ધિ કારને પાત્ર નથી, પણ દયાને પાત્ર છે, તેવા અજ્ઞાનીઓ પર દયા લાવી તેમને શુદ્ધ માગે દેરવા જોઈએ પણ તેમના પર કેધ નહિ કરે જોઈએ. કારણકે તેથી તેઓ આપણા સદુપદેશથી વિમુખ થાય છે ૪ સંપત્તિ સમયે આત્મસંયમ ન છે. તેમ વિપત્તિ
સમયે નિરાશ અને પુરૂષાર્થ પણ ન મૂકો. કેમકે જય, પરાજય, સુખ, દુખ, માન, અપમાન, હર્ષ, શાક વગેરે કાંઈ કાયમ ટકી રહેનાર નથી.