________________
૧૩૦
પ જે મનુષ્યને આત્મશકિતમાં (પિતામાં) વિશ્વાસ નથી
તે મનુષ્ય ધર્મના ઉંચા પગથી ઉપર ચડવાને લાયક નથી. આત્મશકિત અનંત છે. એક ક્ષણમાં અનંત કર્મોને નાશ કરી શકે છે, માટે ગમે તેવી આફત કે વિદને આવે તે પણ તેને પાર તેથી જ પામી શકાય છે. જેને આત્મ સામર્થ્યમાં વિશ્વાસ નથી તે કદાપિ કઈ મહત્વનું કાર્ય સિદ્ધ કરી શકવાને નથી. ધીમે ધીમે મોટા પર્વતે પણ ઓળંગી શકાય છે. જેઓ ઉંચે ચડયા છે તેઓ આપણું જેવા મનુષ્ય જ
હતા, પણ તેમને પિતામાં વિશ્વાસ હતે. ૭ આત્માને કશું અસાધ્ય નથી. અત્યારની મારી ધીમી
પ્રવૃત્તિ દેખી ભલે તમે અત્યારે મને હસી કાઢે, પણ આગળ જતાં તમે જ મને માન આપશે અને પ્રશંશા કરશે. પ્રથમ પ્રયત્ન જ તમે કદી નિષ્ફળ જાઓ તે પણ આરંભેલું કાર્ય મૂકી દેશે નહિ, ફરીથી તે કાર્યને પ્રારંભ કરશે. આ પ્રમાણે એક્વાર નહિ, પણ હજાર વાર નિરાશ થવું પડે છતાં પણ ગભરાશો કે હિમ્મત હારશે નહિ. જોકે તમને હમણાં વિજય દેખાતે નથી છતાં દરેક વખતે તમે વિજય સમીપમાં જતા જાઓ છે અને અંતે તમારે પવિત્ર આત્મા વિજયીજ નિવડશે.