________________
૧૩૨
નાખનાર સાધન છે. ૧૫ જે વસ્તુ સ્વભાવથીજ અનિત્ય અને વિયેગશીલ છે.
તે વસ્તુ ઉપરની લાગણીથી શાશ્વત સુખ મેળવવાની આશા કેમ રાખી શકાય? અનિત્ય અને વિયેગશીલ વસ્તુઓ ઉપર રાગ ધરવાનું કે તેને માટે પુરવાનું મુકી દેવું જ જોઈએ અને નિત્ય, સ્થાયી વસ્તુનું મનન, સ્મરણ પરિશીલન, અને એકી કરણ કરવું જોઈએ. તો જરૂર શાશ્વત વસ્તુ રૂપ (આત્મ સ્વરૂપ)
થઈ રહેવાશે. ૧૬ તમે તમારી વસ્તુ બીજાને દાનમાં આપી દ્યો છે, તે
છતાં જ્યારે તેના તરફથી તમારે આભાર માનવામાં ન આવે તે વખતે જે તમારૂં દીલ દુભાય તે તમે અવશ્ય સમજજો કે તમે આપેલું દાન ખરા પ્રેમનું
ન હતું, પણ ખોટી મગરૂરીનું પરિણામ હતું. ૧૭ દાન વગર કરેલી માત્ર અરજ રૂપ સ્તુતિ, પ્રાર્થના
અથવા માગેલી માફી, તે જીવ વગરનાં ખાલી ખોખાં સમાન છે. આવી પ્રાર્થના કે માફી, મનુષ્યને પાપ કે
દુઃખથી મુકત કરી ઉચે લઈ જઈ શકતી નથી. ૧૮ ભગીરથ પ્રયત્ન સિવાય આત્મિક સુખ આપોઆપ
આવી, તમને ભેટી પડે એ ખ્યાલ સ્વપનમાં પણ લાવશો નહિ. આ માટે તે આળસને કે પ્રમાદને દૂર કાઢે. આત્મિક વિશુધને અટકાવનાર વિચારો અને આચારોને તિલાંજલી આપે, અને આત્મ