________________
૧૩૩
સત્તાગત વિશુધિને લક્ષમાં રાખી તેવા વિશુધ્ધ થવા
વિભાવોનું વિસર્જન કરે, ૧૯ જે મહાન પુરૂષો ઉંચા માગે ચડયા છે અને ત્યાં
ટકી રહ્યા છે તે કાંઈ એક ફર્લાગે કે એક કુદકે ચડ્યા નથી, પરંતુ જ્યારે દુનિયામાં મનુષ્ય ઘોર નિદ્રામાં ઘેરાતા હતા ત્યારે પણ તેઓ ઉચ્ચ માગ તરફ ચડવાનો પંથ કાપતા જ રહ્યા હતા. આત્મજ્ઞાનના ઉપાધકોએ એકાંત અને ઉગ્ર આત્મ સંયમનું સેવન કરવું જ જોઈએ. પ્રાણી માત્ર ઉપર દયા અને મનુષ્ય માત્રના દુખની દાઝ, એ બે
લક્ષણો આ સ્વરૂપ પ્રાપ્તિનાં જીવન છે. ૨૧ ઉચ્ચ ભાવનારૂપી પાંખેવડે આનંદ વર્ગમાં ઉડે નિડર બને, મહાન શક્તિઓની પ્રાપ્તિ સંભવિત છે એમ દઢ માને, તદ્દન શાંત અને ડાઘ વગરની જીંદગી સંભવિત છે એમ શ્રદ્ધા રાખે, ઉંચામાં ઉંચું સત્ય મળી શકે છે. એ વિશ્વાસ રાખો, આવું લક્ષ રાખી પ્રયત્ન કરનાર માનવ, સવગય ઉંચાઈ તરફ ઝપાટાથી આગળ વધે છે. પણ જેએનામાં આવું શ્રધાન નથી તેઓ વહેમના ઝાકળમાં ભટ
કયાજ કરે છે. અને દુઃખ પામ્યા જ કરે છે. ૨૨ તમે જે જે વસ્તુઓના સંબંધમાં આવે તે પ્રત્યેકનાં
બાહ્ય સવરૂપ—ઉપાધિમાં જે કાંઈ અપ્રિય દેખાય તે ઉપર અલક્ષ કરી, તેમના આંતર સત્તા ગત શુધ