________________
૧૮
ધીરજ રાખશે તે પસ્તાવામાંથી બચશે. ૪૦ કોઈ કામ દેડાદોડ કરી પૂરું કરી નાંખવામાં શાણપણુ
નથી- પણ તેમાં ગુંચવાડે ઉત્પન્ન થાય છે, તે કામ તેમજ રહેવા દઈ વચમાં એક રાત્રી પસાર થવા દેવામાં લાભ છે. રાત્રીની શાંત નિદ્રામાં આપણું મગજ ગુંચવાયેલું કેકડું ઉકેલવાને ઉપાય શોધી
કાઢે છે. અથવા વખત જતાં સારી સલાહ મળે છે. ૪૧ ઉતાવળે કામ કરી પાછળથી તે ભૂલ સુધારવા બદલ,
ઉજાગર કરવા કરતાં, કામ અધુરૂં મૂકી ઉંઘ લેવી એ વધારે ઠાહાપણ ભરેલું કામ છે. શાણપણને ઈમારત બાંધવા માટે જે સામાન જોઈએ તે જ્ઞાન
પુરૂં પાડે છે. એ ઈમારતને પાયે જ્ઞાન જ છે. ૪૨ શાણા માણસ બીજાના અનુભવને પિતાને કરી લે
છે. જે માર્ગે જવાથી બીજા માણસે ખત્તા ખાતા
હોય છે તે માગે તે કદી પણ જતા નથી. ૪૩ મૂર્ખ માણસ જાતે ખરા ખાય છે ત્યારે જ તેનામાં
શાન આવે છે ત્યારે જ તે પાછા હઠે છે. ૪૪ સદુપદેશ વડે સુધરવું એ શાણપણનું લક્ષણ છે.
જાતે ઠોકર ખાધા સિવાય બીજાની શીખામણ સાંભળવાથી જ સુધરવું તે સર્વોત્તમ છે. પણ બીલકુલ નહિં સુધરવું તેના કરતાં ઠોકર ખાઈને સુધવું એ
બહેતર છે. ૪૫ અનુભવની શાળા દુઃખથી ભરેલી છે પણ મૂર્ખ માણસ