________________
૨૦ બધા ભેદભાવ અને બંધનેનું મૂળ કારણ તે મિથ્યા
અહંકારજ છે. તેને નાશ કરે એટલે આત્મા પ્રત્યક્ષ
થશેજ. ૨૧ વાદ વિવાદથી સત્ય કદી પ્રાપ્ત થતું નથી, પરંતુ
ખરા આતુર અને ગંભિર વિચારથીજ એ પ્રાપ્ત
થાય છે. દર શરીર અને મનને ખરેખર અને વ્યવહારિક ત્યાગ
જ્યારે થઈ શકે છે, ત્યારે જ આત્મામાં પ્રેમને અગ્નિ પ્રજવલિત થાય છે, ત્યારે જ મનુષ્યના આત્મામાં રહેલાં
વર્ગનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે. ૨૩ કેઈએ આવીને કહ્યું કે લેક તમારે માટે આમ
બોલે છે ને તેમ બોલે છે વિગેરે અરે ભેળા મનુષ્ય! તું આવી વાતેથી તારા તવ્યમાં અંતરાય પડવા ન દે, કેમકે જગરૂપ રંટી આમાં મનરૂપિ ત્રાક તું સિદ્ધિ નહીં રાખશે તે જરૂર કાકડું છુંચાશે ને તાંતણે તુટશે માટે તું એમાં લક્ષ ન આપ, ચિત્તમાં ત્યાગ અને આત્માનંદ ભરી તે જે, કે તે સઘળી બલાઓ આંખ મીંચીને ઉઘાડતામાં સાત સમુદ્રની
પાર પહોંચી જાય છે કે નહિં? ૨૪ સમદષ્ટિ તે ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે તેમાંથી -
ભલાઈ બુરાઈની ભાવના નષ્ટ થાય, રાગ દ્વેષને
અનિ બુઝે અને છાતીમાં કંડક થાય. ૨૫ જે આત્મારૂપિ મહારાજાને મળવું હોય તે, કામના,