________________
૧૧૮
જવાનું. દષ્ટિના વિકાસની શરૂઆતમાં સૌંદર્ય અસૌ દય એ બે ભેદ રાખવાની જરૂર છે. જેમ બુદિધ વિચારણા સુમ થતી જાય છે તેમ આ ભેદની લીટીઓ પાતળી થઈ થઈને સર્વથા લેપ પામી
જાય છે. ૧૦૫ પ્રથમ દષ્ટિને સુંદરતા જોવાની ટેવ પાડે. સુંદરતાને
ખ્યાલ એવા વેગથી આવે છે કે પ્રથમ પિતામાંથી પ્રમાદને દૂર કરે છે તે વખતે વ્યક્તિનું ભાન ભૂલાઈ જાય છે. તેથી આપણે તેમાં ઊંડા ઉતરી શકીએ
છીએ. ૧૦૬ ઇંદ્રિયની દષ્ટિથી જોવાનું મૂકી દઈ પરમાર્થ દષ્ટિથી
જોશો તે સર્વ સ્થળે સુંદરતાનું જ ભાન થશે. પહેલાં જે અણગમતું તેમાં લાગતું હતું તે આપણે ઇંદ્રિયની દષ્ટિથી જોતા હતા તેમાં સુંદરતા તે હતીજ પણ આપણી દષ્ટિ નિર્મળ ન હતી. વિશ્વની રથનામાં અસુંદરતા નથી પણ આપણું ભ્રમીત દષ્ટિમાં છે. આકૃતિને આનંદ હદયમાં જેમ ઉતરે
છે તેમ સુંદરતા સાચા રૂપે બહાર આવે છે. ૧૦૭ સત્ય એજ સુંદરતા અને સુ દરતા એજ સત્ય છે.
આપણું હૃદય બધી વાસનાથી પર થાય છે ત્યારે એવું બળ આવે છે કે દરેક વસ્તુની અંદર પ્રવેશ કરીને બ્રહ્માનંદને પરિપૂર્ણ આનંદ અનુભવીએ છીએ. અંદર જ્ઞાન અને બહાર ક્રિયા કરી બતાવે. પ્રેમ