________________
૨૫ વર્તમાનકાળજ તમારી જાતને સુધારવા માટે સર્વોત્તમ
છે. તે કાર્યને માટે જે તમે આજે તૈયાર નહિં હે
તે કાલે થશો-અગર હશે, એવી શી ખાત્રી ? ૨૬ લાંબુ આયુષ્ય ભેગવવાના ધોરણે તમારે કાર્યક્રમ
ગોઠવશે નહિ, પણ બીજી જ પળે તમારા આયુષ્યની દેરી તુટી જવાની છે, એ ભાવનાથી કાર્યમાં તત્પર રહે, અને જીવનને સાર્થક કરે. મુલત્વી રાખવાનાં
હમેશાં માઠાં ફળ છે એ સતત લક્ષમાં રાખજે. ૨૭ પુરેપુરા બદલે લીધા સિવાય કાળની એક પળ પણ
હાથમાંથી પસાર થવા દેવી નહિં. પ્રત્યેક પળ કેટલી કીમતી છે તે જે લેકે મરણપથારીએ પડયા હોય તેમને પુછી જોશો તે બરાબર સમજાશે- ગુમાવેલું દ્રવ્ય પાછું મળવાને કઈ દિવસ સંભવ રહે છે,
પણ ગુમાવેલે વખત કદી પણ પાછા આવતું નથી. ૨૮ શાણા પુરુષનું એ કર્તવ્ય છે કે આ જગત્ ઉપર
જેટલે કાળ રહેવાનું હોય, તેટલા કાળમાં બને તેટલું જીવનનું સાર્થક કરી લેવું, પસાર થતી પળને જે સારે ઉપયોગ કરી લે તેજ શાણે પુરૂષ છે. જેણે પિતાનું જીવન સારી રીતે ગાળ્યું હોય તેજ દીર્ધાયુષી ગણાય છે. જે કાળને દુરૂપયોગ થાય છે તે કાળને જીવ્યાની ગણતરીમાં લેવાનું નથી, કેમકે તે તે
એળે ગુમાવ્ય ગણાય છે. ૨૯ તમે જે શાણું છે, તે કઈ પણ કામ આવતી કાલપર