________________
ર૭, નિરંતર વહેતે રહે તેજ યોગ્ય છે, ૧૦ પ્રજાના આરોગ્ય, સુખ અને ખરા મનુષ્યત્વમાં
સુધારે, વધારે થાય, તેની ઉપરજ દેશની ઉન્નત્તિને
આધાર છે. ૧૧ જે તને ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત ન થાય, તે જે પ્રાપ્ત
થયેલું હોય તેને ઈષ્ટ માનીને બેસી રહે. ૧૨ પ્રકાશને જેમ અંધારૂં વળગેલું છે તેમ સુખને, દુઃખ
વળગેલું છે. મનુષ્યની આજુબાજુ સુખ દુખની
ભરતી ઍટ થયાજ કરે છે. ૧૩ હરકતમાં બરકત રહેલી છે. મુસીબતે, એ સામર્થ્યની
કસોટી સમાન છે. આફત, એ સાવચેતીની સૂચના
કે ચેતવણી સમાન છે. ૧૪ શરીરને વૃદ્ધાવસ્થા આવવા ન દેવી એ આપણા
હાથમાં નથી, પણ શેક અને સંતાપને લીધે મનને જ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે આવવા ન દેવી, એ આપણી સત્તાની વાત છે. મન જ્યાં સુધી જીર્ણ થયું નથી, ત્યાં સુધી શરીર ગમે તેટલું જીર્ણ થાય
તે પણ હાની નથી. ૧૫ દુઃખના સે ઉદગાર કાઢવાની તસ્દી લેવી તેના કરતાં,
એકવાર પેટ ભરીને હસવું તે પસંદ કરવા ચોગ્ય છે. ૧૬ જેમ સુખ ચાલ્યું ગયું તેમ દુઃખ પણ ચાલ્યું
જશે. છતાં ખેદ કરીને આપણું જીવન રૂપી વાજને બેસુર બનાવવું એ તે મૂર્ખાઈ છે.