________________
૧૫
ચડીયાતી જણાય છે. ૬૫ નીતિની અને શિક્ષણની પદ્ધતિઓમાં મનના બળને
પિોષવા ઉપર વિશેષ લક્ષ અત્યારે આપવામાં આવતું નથી. બચપણથીજ આત્મસંયમ અને સ્વાર્થ ત્યાગના ગુણ પ્રાપ્ત કરવા, અને એકાગ્ર ચિત્તથી નિયમિત પણે ઉત્સાહ પૂર્વક કામે વળગવાની ટેવ પાડવી,
એના જેવું બીજું હિતકારી એકે શિક્ષણ નથી. ૬૬ શુકાનીના અંકુશમાં નહિં રહેનારૂં વહાણ, પવન અને
ભરતીની અનુકુળતા છતાં પણ, સહીસલામત ધારેલે બંદરે પહોંચતું નથી. તેવીજ રીતે માણસને સ્વભાવ ગમે તેટલે માયાળુ, પ્રેમાળ અને પવિત્ર હશે પણ, જે તેના ઉપર આત્મસંયમને અંકુશ નહિં હોય અને તે મને વિકારના આવેશમાં આમ તેમ ઘસડાઈ જ હશે તે તેનાથી કોઈ દિવસ ઉત્તમ કાર્ય બની
શકનાર નથી. ૬૭ કેટલાક એક માણસોએ પિતાના મને વિકારને
સ્વછંદપણે વરવા દીધેલા હોવાથી, તેમની મને. વૃત્તિઓ એટલી બધી ભ્રષ્ટ અને બલિષ્ટ થઈ ગયેલી હોય છે, તથા સન્માર્ગે દોરવાની વૃત્તિઓ એટલી બધી નિર્બળ થઈ ગયેલી હોય છે કે તેમના સ્વભાવમાં કઈપણ ઉપાયથી સુધારે થઈ શકવાને
નથી, એમ નિશ્ચય માણસને થાય છે. ૬૮ બીજાના સ્વછંદ વ્યવહાર કરતાં, આપણા પોતાને