________________
૨૨
છે. તે પશુ સમાન થઈ જાય છે. આહાર, નિદ્રા, ભય, અને મૈથુન એ ચાર મનુષ્ય અને પશુમાં સમાન છે એમાં જે ર પચ્ચે રહે તે પશુજ છે. પણ જે સત્ય, શૌચ, અહિંસા, આર્જવ, ઇંદ્રિયદમન, શાતિ, ભકિત, જ્ઞાન વિરકિત વીગેરે ધર્મનાં લક્ષણરૂપ મનાતા દૈવી ગુણોનું અનુ
કરણ કરે છે તે દેવજ છે, ૯૮ સ્વનાં અલૌકિક સુખને અનુભવ કરે, કે નરકની
યાતનાઓ ભોગવવી, એ બને વાતે આપણા હાથમાં છે. જે મનુષ્ય દુષ્ટ કે તિરસ્કારને પાત્ર નિવડે તે તેમાં પિતાને જ દોષ છે. ૯ કુમળું ઝાડ જેમ વાળીએ તેમ વળે છે, તેમ
બાળકના અંત:કરણ ઉપર કેવા સંસ્કાર પાડવા તે બાબતમાં માબાપે તથા શિક્ષકે ખાસ કાળજી
રાખવી ઘટે છે. ૧૦૦ બાળકે જેમની સાથે વિશેષ રહેતાં હોય છે, તેમની
અસર તેમનાં ચારિત્ર ઉપર વિશેષ પડે છે. બાળક સામાને જેવાં દેખે તેવાં થતાં શીખે છે. માટે માબાપ તથા શિક્ષક ઉપર બાળકને કેળવવાની મોટી
જવાબદારી રહેલી છે. ૧૦૧ બાળકનાં મન કેરા કાગળ જેવાં છે તેથી તેના
ઉપર જે લખવા ધારીએ તે લખી શકાય છે. પણ એકવાર લખ્યું તે વજલેપ જેવું થઈ જાય છે, માટે