Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
રંકમાંથી રાયરાણી ] જણાતું નથી એટલું જ નહિ પણ મને લાગે છે કે અમારે બંનેને મેળાપ સ્વપ્નમાં પણ થાય તેવું મને સંભવતું નથી. હે માતાજી! કામવરથી પીડાયેલી હું આટલા દિવસથી અન્ન પણ લેતી નથી. શીતલ જળ પણ મને શેષ ઉત્પન્ન કરાવે છે. શૃંગાર મને અંગારાની માફક દાહ ઉપજાવે છે. જે આવી સ્થિતિમાંથી તમે મારે ઉદ્ધાર નહીં કરે તે મારે અકાળે યમરાજના અતિથિ થવું પડશે.”
આત્રેયીને તે “જોઈતું હતું ને વૈધે કહ્યું ” તેના જેવું થયું. તેણે તુરતજ પિતાની પ્રપંચી ધૂતકળા શરૂ કરી. પિતાની પાસે રહેલ ઝેળીમાંથી પાસા કાઢયા. તેને આમતેમ ફેરવી બે–ચાર વાર ભૂમિ પર ફેંકયા અને જાણે કઈક ઊડી ગણત્રી કરતી હોય તેમ વિચારમાં લયલીન બની જઈ, અચાનક કૃત્રિમ હાસ્યપૂર્વક કહ્યું કે-“હે પુત્રી ! તું ખરેપર સૌભાગ્યશાલિની છે. મારા નિમિત્તશાસને આધારે હું કહું છું કે તમારે બંનેને મેળાપ અવશ્ય થશે જ અને તે પણ ટૂંક સમયમાં જ. તારે આ બાબત હવે લેશમાત્ર ચિન્તા ન કરવી. ફક્ત મારી સુચના પ્રમાણે તૈયાર થઈ જવું. હું એ પ્રયત્ન કરીશ કે ભ્રમુખ રાજવી તારામાં જ આસક્ત રહેશે અને તને પટ્ટરાણી પદે સ્થાપશે. તું તારી સર્વ તૈયારીમાં રહેજે.” આ પ્રમાણે કહીને આત્રેયી સુમતિ મંત્રીના મહેલે ગઈ અને તેને સર્વ વ્યતિકર કહી સંભળાવ્યા. નિયમિત દિવસે વનમાળા અને સુમુખ રાજવીના મેળાપની તૈયારી થઈ ગઈ.
સુમુખ અને વનમાળાને મન તે દિવસે સેનાને સૂર્ય ઊગે હતે. ખૂદ મહારાણીના આવાસને પણ લજજા પમાડે તેવી સામગ્રીથી વનમાળાને આવાસ શણગારાઈ ગયે. ખુદ રાજવી જેના માટે તલપાપડ થઈ રહ્યો હોય ત્યાં શી કમીના રહે? વિચક્ષણ મંત્રીની કુનેહથી ઓછા કેળાહળ તથા વિધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com