Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
રાજકુમારી સુદર્શન ] *
૩૯ શોભી રહ્યા. ઉપરાંત તેની મધ-ઝરતી વાણી અને કેકિલ જે પ્રિય કંઠ સો કેઈના આકર્ષણનું કારણ બન્યું. તે પિતાની સુંદરતાને અંગે પરજનને અતિશય ચિત્તાકર્ષક હેવાથી, અનંગ પિતે દેહ રહિત હોવાથી પોતાના પ્રતિનિધિ તરીકે તેણે વિજયાને પૃથ્વી પીઠ પર એકલી હોય તેમ જણાવા લાગ્યું.
વિજ્યાને સંસ્કારી અને ધર્મશ્રદ્ધાળુ બનાવવા માટે રાજદંપતીએ પૂરેપૂરી મહેનત લીધી અને વિચક્ષણ રાજગુરુના હાથ નીચે રાજપુત્રી વિજયાએ પણ આવશ્યક વ્યવહારુ જ્ઞાન ઉપરાંત
જ્યોતિષ શાસ્ત્ર, અંક શાસ્ત્ર, ધનુષવિદ્યા તથા શકુન શાસ્ત્ર વિગેરેમાં સારી પ્રવીણતા પ્રાપ્ત કરી. વિદ્યાધર અમિતગતિ અને પટ્ટરાણી જયસુંદરી પોતાની દુહિતાની વિચક્ષણતા અને સાથોસાથ મિષ્ટ ને મિલનસાર સ્વભાવ નજરે નિહાળી મનમાં અત્યંત પ્રમોદ પામ્યા.
એકદા વિજયા પોતાના સખીવૃંદ સાથે નિર્દોષ ક્રિીડાથે પર્વતની ઉત્તરશ્રેણી તરફ જવા લાગી. તેમનું ધ્યેય સુરમ્ય નગરી તરફ જવાનું હતું. ધીમે ધીમે ગતિ કરતા તેઓ સર્વ આગળ વધી રહ્યા છે તેવામાં રસ્તામાં કુકટ જાતિને સર્પ આડા ઊતર્યો. સપને જોતાં જ વિજયાને રોષ ઉદ્ભવ્યો. તે વિચારવા લાગી કે-“સર્ષના દર્શનથી અપશુકન થયા છે. અપશુકનને અંગે વિપરીત બનાવ ન બને તે માટે અપશુકનને નિષ્ફળ બનાવવાનો તેણે નિરધાર કર્યો. પણ તે બને કયારે? જે તે સર્પને મારી નાખવામાં આવે તે જ : આ અપશુકન નિષ્ફળ બને એવી કલ્પના તેના મનમાં ઉદ્દભવી. મનને તરંગ અટલા વેગથી ગતિ કરી રહ્યો હતો કે તે સમયે બીજા કેઈ પણ વિચારને અવકાશ નહોતે. રાષભર્યા વદને તેણે તરત જ ધનુષ્ય બાણ તૈયાર કર્યું અને તેના સખીવૃંદમાંથી આવી કોઈ તેનો હાથ પકડે તે પહેલાં તે લક્ષ્ય સાધેલા તીરે સર્ષના પ્રાણ હરી લીધા. સખીઓની
ત્યારપછીની સમજાવટ અરણ્યરુદન સમાન નિષ્ફળ નીવડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com