Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ ] » ચાયના આગમને જ નમુચીને પોતાના પૂર્વના અપમાનનું સ્મરણ થયું. શ્વાનની પૂંછડીને કેટલા ય સમય પર્યક્ત
શ્રવ લબ્ધિ કહેવાય. તથા ઉપલક્ષણથી શેલડીના રસ સરખા મધુર વચન હોય તે સ્વાશ્રય લબ્ધિ કહેવાય અને અમૃત જેવાં વચન હોય તે અમૃતાશ્રવ લબ્ધિ કહેવાય ઇત્યાદિ. આ લબ્ધિ શ્રી વજસ્વામીને પણ હતી. અથવા જે મુનિના પાત્રમાં પડેલે તુચ્છ આહાર પણ દુગ્ધ વિગેરેની જે મધુર બની જાય તે પણ શીરાશ્રવાદિ લબ્ધિ કહેવાય.
૨૦. કષ્ટમાં એટલે કાઠામાં (અનાજ ભરવાના મોટા કાઠારમાં) નાખેલું ધાન્ય જેમ વર્ષો સુધી વિનાશ પામતું નથી અને તેવી સ્થિતિમાં કાયમ રહે છે તેમ જે મુનિના હૃદયમાં ઉતરેલ સૂત્રાર્થી દીર્ઘકાળ પર્યત સ્થિર રહે છે પણ ભૂલાતા નથી તે કેષ્ટબુદ્ધિ લબ્ધિ કહેવાય.
૨૧. જે લબ્ધિથી કંઇ પણ ગ્રંથનું પહેલું, વચલું કે છેલ્લું એક પદ સાંભળીને તેને અનુસરતાં સર્વ શ્રતનું જ્ઞાન થઈ જાય તે પદાનુસારિણી લબ્ધિ કહેવાય. એમાં ગ્રન્યની શરૂઆતનું પદ સાંભળીને જેથી સંપૂર્ણ ગ્રન્થને બંધ થાય તે અનુશ્રોતપદાનુસારિણી લબ્ધિ કહેવાય. છેલ્લા પદને સાંભળીને સંપૂર્ણ ગ્રન્થને બોધ જેથી થાય તે પ્રતિશ્રોતપદાનુસારિણી લબ્ધિ કહેવાય અને જેથી ગ્રંથના વચલા કોઈપણ પદને સાંભળીને સંપૂર્ણ ગ્રન્થને બોધ થાય તે ઉભયપદાનુસારિણી લબ્ધિ કહેવાય.
૨૨. જે લબ્લિવડે બીજભૂત એવા એક જ અર્થપદને સાંભળીને બીજું સર્વ શ્રેત યથાર્થ જાણે તે બીજબુદ્ધિ લબ્ધિ કહેવાય. આ પ્રકારની લબ્ધિ ગણધર ભગવતેને અવશ્ય હોય છે, કારણ કે શ્રી તીર્થંકર પ્રભુના મુખથી “ જ રિપેર શા પુર * એ ત્રણ અર્થેપદવડે એટલે પયયાસ્તિક નયની અપેક્ષાએ વસ્તુ ઉત્પન્ન થાય છે અને વસ્તુ વિનાશ પામે છે. તેમ વ્યાસ્તિકનયની અપેક્ષાએ વસ્તુ સ્થિર પણ રહે છે એ આપેક્ષિક ગંભીરાર્થક ત્રણ પદવડે ગણધર મહારાજ દ્વાદશાંગીરૂપ બાર અંગની સૂત્રરચના કરે છે.
૨૩. જે લબ્ધિવડે ક્રોધમાં આવેલા મુનિ અનેક યોજન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com