Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૩૪
*
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
આ મંત્રની સાધના સમયે દહીં, દૂધ, ઘી, ખાંડ, દ્રાક્ષ, ખારેક, બદામ અને ચારોળીને હેમ કરે અને ૧૦૮ વાર મંત્ર જાપ કરી યંત્ર બાંધવું.
(૫) બાળરક્ષા માટે ઘંટાકર્ણના મંત્રને અષ્ટગંધથી ઉપરના ભાગમાં લખી, ૭. કારનું ચિહ્ન કરી, ભેજપત્ર, રૂપાપત્ર અથવા સોનાના પત્રમાં મઢી, તૈયાર કરેલા તે યંત્રને તાવીજમાં નાખી, બાળકના ગળે બાંધવાથી બાળકનાં અનેક પ્રકારનાં રેગે; જેવાં કે રતવા, ભરાઈ જવું, ઉધરસ, જવર વિગેરે દૂર થઈ જાય છે. આવા જ પ્રકારનું મંત્રેલું તાવીજ જે વ્યાપારીઓ હાથે બાંધે તે પણ વેપારમાં અતિશય લાભ મેળવે છે.
(૬) પુણ્યપ્રાપ્તિ અર્થે પુણ્ય-પ્રાપ્તિ અર્થે પણ ઘંટાકર્ણ યંત્રને ઉપગ કરવામાં આવે છે. તે યંત્રને સન્મુખ રાખી, મંત્રની ચારે ગાથાને વાયવ્ય ખૂણે બેસીને જાપ કરો. એકવીશ દિવસમાં એકવીશ હજાર જાપ પૂરા કરવા. બાદ આ જાપની એકેક નવકારવાળી ફેરવવાથી તિર્યંચ, નારક આદિ અશુભ ગતિને નાશ થાય છે અને અત્યંત દુર્લભ મનુષ્ય ભવ પ્રાપ્ત થવા સાથે ઉત્તમ કુળમાં અને આર્ય ક્ષેત્રમાં અવતાર મળે છે. વળી પ્રતિદિન પુણ્યને સંચય પણ સારા પ્રમાણમાં થાય છે.
(૭) મંત્રજાપ ફળ ભિન્નભિન્ન સમયે આ મંત્રજાપ કરવાથી શું શું ફળપ્રાપ્તિ થાય તે સંક્ષિપ્તમાં જણાવવામાં આવે છે.
૧. દીવાળીના દિવસેમાં તેરસથી પ્રારંભી અમાવાસ્યા સુધીના દિવસેમાં અત્યંત શુદ્ધતાપૂર્વક ખાંડ અને ખીરનું એકાસણું કરી, દર્શાવવામાં આવેલ જાપના મંત્ર સાડાબાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com